ગાંધીનગર, સોમવાર
દેશમાં ઓમિક્રોનના કેસમાં વધારો થતાં ચિંતાનો વિષય બન્યો છે ત્યારે ગુજરાતમાં પણ રાજ્ય સરકાર અગમચેતી રાખી રહી છે. અમદાવાદ સિવિલમાં યુદ્વના ધોરણે ઓમિક્રોન વોર્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે. જામનગરના ઓમિક્રોન સંક્રમિત દર્દીના સંપર્કમા આવેલા પુન્દ્રાનો વ્યક્તિ આઠ દિવસથી ક્વોરેન્ટાઈન છે. આ વ્યક્તિ પણ ઓમિક્રોનથી સંક્રમિત છે કે કેમ તે જાણવા માટે તપાસ હાથ ધરાઈ છે. બીજી તરફ રાજ્યમાં કોરોના બાદ હવે ઓમિક્રોનનો ખતરો તોળાતાં લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. જાે કે, ડોક્ટરોએ અપીલ કરી છે કે, લોકો ખોટી અફવામાં આવે નહી અને સાવચેતી એ જ સલામતી છે અને જે રીતે કોરોનામા નિયમોનું પાલન કર્યું હતું તેવું પાલન કરવા જણાવ્યું છે.
વિશ્વના ૩૮ દેશોમાં ઓમિક્રોનના હાહાકારથી લોકો ફફડી ઊઠ્યા છે ત્યારે ભારતમાં પણ ૧૯ જેટલા કેસ નોંધાયા છે અને હવે આ સંખ્યામાં વધારો થઈ શકે છે. કોરોનાકાળમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે રાજ્ય સરકાર એક્શનમાં આવી ચૂકી છે. અમદાવાદ અસારવા સિવિલમાં ઓમિક્રોન વોર્ડ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય જામનગરના ઓમિક્રોન સંક્રમિત થયેલા વ્યક્તિના સંપર્કમાં આવેલા પુન્દ્રા ગામના રહીશમાં પણ શંકાસ્પદ ઓમિક્રોનના લક્ષણો જાેવા મળ્યા છે અને હાલ આ વ્યક્તિ છેલ્લા ૮ દિવસથી ક્વોરેન્ટાઈન છે અને તેનું ટેસ્ટિંહ કરાયું છે અને તેના નમૂના પૂનાની લેબોરેટરીમાં મોકલાયા છે અને આ રિપોર્ટ આવ્યા બાદ પુષ્ટિ થશે કે ઓમિક્રોન સંક્રમિત છે કે નહી. રાજ્યમાં કોરોનાના કેસમાં પણ વધારો થઈ ચૂક્યો છે ત્યારે ઓમિક્રોને પણ દસ્તક દેતાં લોકોમાં ઉચાટની સાથે ગભરાટ જાેવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર પણ આ મામલે એક્શનમા આવી ચૂકી છે. લોકો સાવચેતી રાખે અને ફરજિયાત માસ્ક પહેરે તેમજ ભીડ ભાડવાળી જગ્યાએ જાય નહી તે માટે પણ અપીલ કરવામાં આવી છે. જામનગરમાં ઓમિક્રોનના કેસ બાદ વિદેશથી આવેલા અન્ય પ્રવાસીઓનું ટેસ્ટિંગ પણ હાથ ધરાયું છે. છેલ્લા ચાર-પાંચ દિવસમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર તેમજ અન્ય શહેરોમાં વિદેશી આવેલા નાગરિકોના ટેસ્ટિંગ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકારે અપીલ પણ કરી છે કે, જે નાગરિકો વિદેશથી આવ્યા છે તેઓ ટેસ્ટિંગ કરાવવા સામે આવે. અનેક પ્રવાસીઓ પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છૂપાવી રહ્યા છે અને અન્ય લોકોને જીવ જાેખમમાં મૂકી રહ્યા છે તેવી વિગતો પણ બહાર આવી રહી છે. વિદેશથી આવેલા નાગરિકો તપાસમાં સહકાર આપે તે જરૂરી હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું હતું.

