લખનૌ, સોમવાર
જનતાદળ યૂનાઈટેડના રાષ્ટ્રીય મહામંત્રી કે. સી. ત્યાગીના પુત્ર અમરીશ ત્યાગીએ રવિવારે ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. યુપીના નાયબ મુખ્યમંત્રી ડૉ. દિનેશ શર્મા અને ભાજપના વરિષ્ઠ નેતા લક્ષ્મીકાંત વાજપેયીએ લખનૌમાં તેમને પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરાવડાવી છે. અમરીશ ત્યાગી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ચૂંટણી મેનેજમેન્ટનું કામ સંભાળી ચુક્યા છે. ભાજપની સદસ્યતા ગ્રહણ કર્યા બાદ અમરીશ ત્યાગીએ કહ્યુ છે કે તેમના પરિવારમાં લોકશાહી વ્યવસ્થા છે અને તેઓ કોઈપણ પાર્ટી સાથે જોડાવવા માટે સ્વતંત્ર છે.
અમરીશ ત્યાગીએ કહ્યુ છે કે તેમના પિતા કે.સી.ત્યાગી એનડીએના ઘટકદળના નેતા છે અને તેવામાં ભાજપ સાથે હંમેશાથી જોડાણ રહ્યું છે. પિતાની સોશયલિસ્ટ વિચારધારા અને ભાજપની હિંદુત્વની આઈડિયોલોજી પર તેમણે કહ્યુ છે કે એક પરિવારમાં અલગ-અલગ વિચારધારા હોઈ શકે છે. ભાજપની કામગીરી, પીએમ મોદી અને સીએમ યોગીના નેતૃત્વએ મને પાર્ટીમાં સામેલ થવાની પ્રેરણા આપી છે.
ચૂંટણી મેનેજમેન્ટ કરનારા અમરીશ ત્યાગી માને છે કે ભાજપ કેમ્પેનુંગમાં સૌથી આગળ છે અને તેની સામે વિપક્ષ દૂર સુધી ક્યાંય નથી. તેનીસાથે ચૂંટણી લડવાના સવાલ પર તેમણે કહ્યુ છે કે પાર્ટી જે જવાબદારી આપશે, તેને નિભાવશે. કોઈ અલગ આશા રાખી નથી.
43 વર્ષીય રાજકીય રણનીતિકાર અમરીશ ત્યાગી ઓવલીનો બિઝનેસ ઈન્ટેલિજન્સ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર છે. ઓબીઆઈ કંપની તમામ રાજકીય પક્ષો માટે ચૂંટણી સ્ટ્રેટજી, મીડિયા મેનેજમેન્ટ અને રાજકીય સલાહ આપવાનું કામ કરે છે. આ કંપનીએ નીતિશ કુમાર માટે વિધાનસભાની ચૂંટણીમાં કામગીરી કરી હતી. તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી માટે ડોનાલ્ડ ટ્રપ માટે ચૂંટણી રણનીતિ પર કામગીરી કરી હતી. અમરીશની કંપનીને અમેરિકામાં એશિયન મૂળના સમુદાયોની માગણી, અપેક્ષાઓ અને આશંકાઓના આકલન કરવાની કામગીરી સોંપવામાં આવી હતી.
આ પ્રસંગે યુપીના નાયબ મુખ્યમંત્રી શર્માએ કહ્યુ હતુ કે અન્ય પક્ષોમાં પરિવારનો અર્થ માત્ર સગાઓથી છે. જ્યારે ભાજપમાં પરિવાર દરેક જાતિ અને સમુદાયને જોડે છે. વિપક્ષ પાસે રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તર પર કોઈ મુદ્દા નથી. માટે જાતિના નામ પર રાજકારણ કરી રહ્યા છે. મોટા સ્તર પર નેતા ભાજપની સાથે જોડાયેલા રહે છે. તેનાથી વિપક્ષ હતાશ થઈ ગયો છે.
ડૉ. દિનેશ શર્મા અને લક્ષ્મીકાંત વાજપેયીની હાજરીમાં જેડીયુ સિવાય સમાજવાદીપાર્ટી, બીએસપી અને ભીમ આર્મીના નેતાઓએ પણ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. તેમાં ગોપાલ અગ્રવાલ, હેમસિંહ આર્ય, સરનસિહ, સત્યેન્દ્રસિંહ યાદવ, ડૉ. ટી. પી. સિંહ ભીમ, પૂર્વ અધિક મુખ્ય સચિવ ચંદ્રપ્રકાશ સહીત વિપનેશ ચૌધરી, સત્યેન્દ્રસિંહ અને બૃજેશ શર્મા પણ ભાજપમાં સામેલ થયા છે.

