HomeNationalભારત-પાકિસ્તાનનના 1971 શોર્ય અને શહાદત કહાની ભાગ-૩, યુદ્ધ પહેલાનું યુદ્ધ એટલે...

ભારત-પાકિસ્તાનનના 1971 શોર્ય અને શહાદત કહાની ભાગ-૩, યુદ્ધ પહેલાનું યુદ્ધ એટલે બેટલ ઓફ ગરીબપુર


3 ડિસેમ્બરના રોજ પાકિસ્તાને ભારતના ઘણા એરબેઝ પર હવાઈ હુમલા કર્યા હતા જેના કારણે ભારત પાકિસ્તાનનું 1971 યુદ્ધ ફાટી નીકળ્યું હતું ભારતની ત્રણેય પાંખ દ્વારા પાકિસ્તાનને ત્રણેય મોરચા પર જડબાતોડ જવાબ આપ્યો હતો સાથે સાથે બાંગ્લાદેશના મુક્તીવાહીનીને મદદ કરી બાંગ્લાદેશનું સર્જન કરવામાં મહત્વની ભૂમિકાભજવી હતી.જોકે આ 13 દિવસ સુધી ચાલેલા ભારત પાકિસ્તાન યુધ્ધ પહેંલા એક લડાઈ થઇ હતી. જેને બેટલ ઓફ ગરીબપુર તરીકે ઓળખવામાં આવ્યુ છે.ગરીબપુરમાં જ પાકિસ્તાનનું સેન્ય તોબા પોકારી ગયું હતું.આ યુદ્ઘ 20 અને 21 નવેમ્બર દરમિયાન લડાયું હતું.14મી પંજાબ રેજીમેન્ટ, 45 ક્વેલરી અને બાંગ્લાદેશની મુકિતસેના ગરીબપુરની આસપાસના વિસ્તારને કબજે કરવા આગળ વધી હતી.આ દરમીયાન પાકિસ્તાન સેનાની ટુકડી સાથે અથડામણ થઇ હતી.પરિસ્થિતિને પામી ગયેલા પાકિસ્તાની સેનાની ટુકડી એમ 24 હળવી ટેંક વડે હુમલો કર્યો હતો.ઓછી વિઝીબીલીટી અને ધુમ્મસના પગલે ભારતીય સેના માટે નિશાન તાકવું ખુબ જ મુશ્કેલ બનતું હતું. તેમ છતાં ભારતના અ વીર સપૂતો પરિસ્થિતિની પરવા કર્યા વિના પીટી 76 ટેંક વડે વળતો જવાબ કર્યો હતો. ભારતીય જવાનોના હુમલામાં આ પાકિસ્તાની તોપના કચરઘાણ નીકળી ગયો હતો.


મુકિતવાહિની અને ભારતીય સેનાએ 8 પાકિસ્તાનીઓને યુદ્ધ બંદી બનાવ્યા હતા.બન્ને પક્ષે ખુવારી જોવા મળી હતી.ભારતના મેજર દલજીતસિંહ શહીદ થયા હતા.પાકિસ્તાની સેનાએ તેની એરફોર્સની મદદ માગી જેના કારણે એફ સાબ્રે ફાઈટર વિમાન આવી પહોચ્યા હતા. મશીનગનો અને રોકેટ ફાયરથીભારતીય સૈન્ય ટુકડી પર હુમલા કરવા પ્રયાસ કર્યો પરંતુ ભરતના ફાઈટર વિમાન પહેંલાથી ઇંતજાર કરતા હતા.ભારતીય એરફોર્સની વળતી કાર્યવાહીમાં બે સાબ્રે વિમાન ફૂંકી માર્યા જયારે એક વિમાન ભાગી ગયું હતું પાકિસ્તાના બે પાઈલોટ વિમાનમાંથી કુદી પડ્યા હતા જેમને ભારતીય સેનાએ બંદી બનાવ્યા હતા.
આમ 1971ના યુદ્ધના હજુ ભણકારા વાગી રહ્યા હતા ત્યારે પૂર્વ પાકિસ્તાનના ગરીબપુરમાં ખેલાયેલા નાનકડા પણ દુશ્મન દેશને સેનાની તાકાતનો પરચો બતાવી દેવામાં સફળતા મળી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW