હોંગકોંગ, સોમવાર
દુનિયાભરમાં કોરોના વાઈરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનની દહેશત વચ્ચે ચિંતા પેદા કરનારો વધુ એક અભ્યાસ સામે આયો છે. ચિંતા પેદા કરનારા આ અહેવાલમાં હોંગકોંગમાં એક હોટલમાં ક્વારન્ટાઈનમાં રહેવા છતાં બે દર્દીઓ વચ્ચે ઓમિક્રોનનું સંક્રમણ ફેલાયુ છે. હોટલની સામસામેના રૂમમાં રહેતા બે પ્રવાસીઓના ઓમિક્રોનથી ચેપગ્રસ્ત થવાની પુષ્ટિ થઈ છે. અહીં ચિંતાની વાત એ છે કે બંને પ્રવાસીઓને તમામ રસી લાગી ચુકી હતી. દાવો કરાય રહ્યો છે કે ઓમિક્રોનનું સંક્રમણ હવા દ્વારા પણ ફેલાય છે અને તેના કારણે બંને પ્રવાસીઓમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. તેનાથી એ વાત ઉજાગર થાય છે કે હાઈ મ્યુટેશનવાળા કોરોના વાઈરસના ઓમિક્રોન સ્ટ્રેનથી દુનિયામાં ચિંતાનું મોજંત કેમ ફેલાયું છે.
ઈમર્જિંગ ઈન્ફેક્શિયસ ડિસિઝ નામના મેગેઝીનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ પ્રમાણે, ક્વારંટાઈન હોટલમાં જે બે દર્દીઓને ઓમિક્રોનનો ચેપ લગાવાની પુષ્ટિ થઈ છે, તે બંને સંપૂર્ણપણે વેક્સિનેટેડ હતા. આ સ્ટડીમાં બે રૂમની વચ્ચે ઓમિક્રોન વેરિએટ હવાના ટ્રાન્સમિશનથી ફેલાયો હતો. જેનાથી સ્વાસ્થ્ય વિશેષજ્ઞો દ્વારા વાઈરસના ઝડપી પ્રસાર પર વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓની પણ પુષ્ટિ થઈ છે. અભ્યાસ પ્રમાણે, દર્દી ક્રમાંક 1ને 13 નવેમ્બરે કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યો, જેમાં કોઈ લક્ષણ ન હતા. તેના પછી તેને હોસ્પિટલમાં ભરતી કરાવીને આઈસોલેટ કરવામાં આવ્યો હતો. તો દર્દી ક્રમાંક-2ને 17 નવેમ્બરે હળવા લક્ષણો જોવા મળ્યા અને તે સાર્સ કોવ-2 પોઝિટીવ હોવાનું સામે આવ્યું હતું.
હોંગકોંગ યુનિવર્સિટીના રિસર્ચર્સે ઈમર્જિંગ ઈન્ફેક્શિયસ ડિસિઝ જર્નલમાં શુક્રવારે પ્રકાશિત એક અભ્યાસમાં કહ્યું છે કે સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જોવા મળે છે કે ન તો બંને દર્દીઓએ પોતાના રૂમ છોડયા હતા અને ન તો તેઓ કોઈપણ રીતે એકબીજાના સંપર્કમાં હતા. માત્ર ભોજન લેવા માટે અથવા કોરોનાની તપાસ માટે દરવાજો ખોલવામાં આવ્યો હતો. અભ્યાસ એ તરફ ઈશારો કરી રહ્યો છે કે હવા દ્વારા જ ચેપ ફેલાયો છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે દરવાજો ખોલવાને કારણે ઓમિક્રોનનો વાઈરસ હવાના માધ્યમથી એકથી બીજામાં પહોંચ્યો. કોરિડોરમાં એરબોર્ન ટ્રાન્સમિશનને કારણે જ વાઈરસ ફેલાયો.
મહત્વપૂર્ણ છે કે 11 નવેમ્બરે પહેલીવાર બોત્સવાનામાં અને તેના ત્રણ દિવસ બાદ સાઉથ આફ્રિકામાં ઓમિક્રોન વેરિએન્ટની ઓળખ થઈ હતી. તેના પછી આખી દુનિયામાં હડકંપ મચ્યો અને આના મામલામાં વધારો થયો. ભારત સહીત દુનિયાના ડઝનબંધ દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટનો ચેપ ફેલાયો છે. ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના અત્યાર સુધીમાં 21 કેસ સામે આવી ચુક્યા છે.

