બીજિંગ, સોમવાર
ચીનના એક રોવરે ચંદ્રના દૂરવર્તી વિસ્તારમાં એક રહસ્યમયી વસ્તુ જોઈ છે. યુતુ-2 રોવર વૉન કાર્મન ક્રેટરમાં કામ કરી રહ્યું છે અને તેણે આ રહસ્યમયી વસ્તુને પોતાના હાલના લોકેશનથી 80 મીટર દૂર જોઈ છે. ચીની વૈજ્ઞાનિકોએ આ ક્યૂબના આકારવાળી વસ્તુને રહસ્યમયી ઝૂંપડીનું નામ આપ્યું છે. સ્પેસ ડોટ કોલના અહેવાલ પ્રમાણે, આ શોધ નવેમ્બરમાં થઈ હતી. ચીને બે વર્ષ પહેલા યુતુ-2 રોવરને ચંદ્રની સપાટી પર લેન્ડ કરાવ્યું હતું.
વેબસાઈટે ચીનીભાષાવાળી આઉટરીચ ચેનલ અવર સ્પેસ દ્વારા રેગ્યુલર પબ્લિશ કરાતી રોવરની જાણકારીને ટાંકીને કહ્યુ છે કે અચાનક, ચંદ્રની ઉત્તરીય ક્ષિતિજ પર એક ક્યૂબ જોવા મળ્યો, તેણે સૌનું ધ્યાન ખેંચ્યું. આ વસ્તુ ક્ષિતિજ પર જોવા મળી અને આ રહસ્યમયી ઝૂંપડીની જેમ દેખાય રહી હતી. તેની પાસે જ એક મોટું ક્રેટર પણ છે શું આ ક્રેશ લેન્ડિંગ બાદ એલિયન્સ દ્વારા બનાવવામાં આવેલું ઘર હતું? અથવા આ ચંદ્રની જાણકારી માટેના પહેલાના મિશનોનું સ્પેસક્રાફ્ટ છે? અવર સ્પેસ ચીનના રાષ્ટ્રીય અંતરીક્ષ પ્રશાસન સાથે જોડાયેલું છે. તેણે આ રહસ્યમયી વસ્તુની તસવીરોને પણ શેયર કરી છે.
યુતુ 2 રોવરને ચીનના ચાંગ ઈ-4 પ્રોબ દ્વારા ચંદ્રના દૂરવર્તી વિસ્તાર લઈ જવામાં આવ્યું. તેને 8 ડિસેમ્બર, 2018ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેણે 3 જાન્યુઆરી, 2019ના રોજ ચંદ્રના સૌથી દૂરવર્તી દક્ષિણી ધ્રુવ એટકેન બેસિનમાં વોન કર્મન ક્રેટર પર પહેલીવાર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. રોવર યુતુ-2એ પોતાના ત્રણ માસના ડિઝાઈન જીવનકાળને પાર કરી લીધો છે. આ પ્રકારે તે રોવર ચંદ્ર પર સૌથી લાંબા સમય સુધી કામ કરનારું રોવર બની ચુક્યું છે. યુતુ-2 રોવરમાં છ પૈંડા લાગેલા છે, તે ઘણાં શક્તિશાળી છે.
આના કારણે રોવરનું એક પૈંડુ નિષ્ફળ જવા છતાં પણ પોતાનું કામ ચાલુ રાખી શકે છે. તે 20 ડિગ્રીની પહાડી પર ચઢી શકે છે અને 8 ઈંચ સુધીની અડચણોને પાર કરી શકે છે. રોવરની મહત્તમ ગતિ 200 મીટર પ્રતિ કલાકની છે. ચીની લોકકથાઓમાં યુતુ ચંદ્રની દેવી ચાંગ ઈનું સફેદ પાળતું સસલું છે. આના કારણે આ મિશનનું નામ આના પર રાખવામાં આવ્યું છે. દંતકથાઓ પ્રમાણે, ચાંગ ઈએ એક જાદૂની ગોળી ખાધી. તેના પછી પોતાના પાળતૂ જાનવરોને લઈને ચંદ્ર પર ચાલી ગઈ. અહીં પહોંચ્યા બાદ તે દેવી બની ગઈ અને ત્યાં તે પોતાના સફેદ સસલા સાથે રહેવા લાગી.

