લંડન, સોમવાર
કોરોના વાઈરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનની દહેશત વચ્ચે વૈજ્ઞાનિકોએ ભવિષ્યમાં આવનારી મહામારીઓને લઈને ચેતવણી આપી છે. ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકે વેક્સિનના નિર્માતાએ કહ્યુ છે કે આગામી મહામારીઓ કોવિડ-19થી પણ વધારે ઘાતક હોઈ શકે છે. માટે આ મહામારીમાંથી આપણે જે કંઈ શીખ્યા છીએ, તેમાથી બોધપાઠ લેવો જોઈએ અને દુનિયાએ ભવિષ્યમાં આવનારી મહામારીઓની સામે લડવા માટે તૈયાર રહેવું જોઈએ.
આખી દુનિયામાં કોરોના વાઈરસે 50 લાખથી વધારે લોકોના જીવ લીધા છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી પ્રમાણે, આ મહામારીના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને 1 ટ્રિલિયન અમેરિકન ડોલરનું નુકસાન થયું છે અને કરોડો લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે.
બીબીસીના અહેવાલ પ્રમાણે, સાઈન્ટિસ્ટ સારાહ ગિલબર્ટે એક લેક્ચર દરમિયાન કહ્યું છે કે સચ્ચાઈ એ છે કે આગામી મહામારી આનાથી પણ વધારે ભયાનક હોવાની શક્યતા છે. આ વધારે સંક્રમક અથવા ઘાતક અથા તો બંને હોવાની શક્યતા છે. સારાહ ગિલબર્ટ યૂનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડમાં વેક્સિનોલોજીના પ્રોફેસર છે. તેમણે કહ્યું છે કે આ આખરી વાર નહીં હોય કે જ્યારે કોઈ વાઈરસ આપણા જીવન અથવા આજીવિકા માટે ખતરો હોય. માટે આપણે ભવિષ્યમાં આવા ખતરાઓ અને મહામારીઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું જીએ। કોવિડ-19 મહામારી દરમિયાન જે કંઈ આપણે જોયું, શીખ્યા અને જાણ્યું તેમાથી બોધપાઠ લેવો જોઈએ તથા તેને વ્યર્થ જવાદેવું જોઈએ નહીં.
પ્રોફેસર ગિલબર્ટે કહ્યુ છે કે ઓમિક્રોન વેરિએન્ટના સ્પાઈક પ્રોટીનમાં મ્યુટેશન મળ્યા છે કે જે ઝડપી સંક્રમણનું કારણ બની શકે છે. તેની સાથે જ વેક્સિન અથવા સંક્રમણના ફળસ્વરૂપે પેદા થયેલા એન્ટિબોડીઝ પર હાવી થઈ શકે છે.
હેલ્થ એકસપર્ટ્સનું કહેવું છે કે કોરોનાની મહામારી ખતમ કરવાના પ્રયાસોમાં સતત પડકારો જોવા મળી રહ્યા છે, કારણ કે ઓછી આવકવાળા દેશો સુધી વેક્સિનની પહોંચ બેહદ મર્યાદીત છે. જ્યરે સંપન્ન દેશો બૂસ્ટર ડોઝની તૈયારીમાં લાગેલા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને SARS-CoV-2 મહામારીનો સામનો કરવા માટે હેલ્થ એક્સપર્ટની એક પેનલ બનાવી છે. તેને સ્થાયી ફંડિંગ દ્વારા મહામારી સાથે જોડાયેલા વિભિન્ન પાસાઓ પર કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.

