ગાંધીનગર,સોમવાર
ગાંધીનગરમાં આગામી જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં વાયબ્રન્ટ સમિટ યોજાનાર છે અને તેના માટે સરકારે તમામ તૈયારીઓ હાથ ધરી છે. વિશ્વના 38 દેશોમાં ઓમિક્રોનનો હાહાકાર છે તેમ છતાં પણ રાજ્ય સરકાર વાયબ્રન્ટ યોજવા મક્કમ બની છે. આ માટે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી ઈન્ટરનેશનલ અરાઈવલ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં 11 દેશમાંથી આવનારા મહેમાનોને ૭ દિવસ ક્વોરેન્ટાઈન રહેવું પડશે અને આઠમા દિવસે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો હશે અને એ ટેસ્ટ નેગેટિવ આવશે તો 7 દિવસ સેલ્ફ મોનિટરિંગ કરવાનું રહેશે.
વિશ્વના 38 દેશોમાં ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યું છે અને હવે તો ભારતમાં પણ ૧૯ જેટલા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં પણ એક કેસ મળ્યો છે અને હજુ તપાસ ચાલુ છે. બીજી તરફ કોરોનાના કેસ પણ વધી રહ્યા છે અને તેના કારણે આગામી મહિને યોજાનાર વાયબ્રન્ટ સમિટને લઈ રાજ્ય સરકાર સતર્ક બની ચૂકી છે. વાયબ્રન્ટ સમિટને લઈ કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી ઈન્ટરનેશનલ અરાઈવલ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જે મુજબ 11 દેશમાંથી આવનારા તમામ મહેનાનોને 7 દિવસ ક્વોરેન્ટાઈન થવું પડશે અને 8મા દિવસે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશ અને તેમાં રિપોર્ટ નેગેટિવ આવશે તો 7 દિવસ સેલ્ફ મોનિટરિંગ કરવું પડશે. 11 દેશોમાં યુનાઈટેડ કિંગડમ સહીત યુરોપીયન દેશો, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બોત્સાવના, ચાઈના, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝીમ્બાબ્વે, સિંગાપુર, હોંગકોંગ અને ઈઝરાયેલનો સમાવેશ થાય છે. રાજ્યમાં ઓમિક્રોનનો કેસ સામે આવતાં રાજ્ય સરકાર કોઈ રિસ્ક લેવા માગતી નથી.
રાજ્યમાં 47 ઈન્ટરનેશનલ ફ્લાઈટ લેન્ડ થઈ
રાજ્યમાં 1 ડીસેમ્બરથી 6 ડીસેમ્બર સુધી કુલ 47 ઈન્ટરનેશનલ ફ્લાઈટ લેન્ડ થઈ છે. જેમાં કુલ 7,905 મુસાફરો ગુજરાતના વિવિધ શહેરોમાં આવ્યા છે. આ મુસાફરોમાંથી 614 હાઈ રિસ્ક દેશોમાંથી આવ્યા છે. જેમાં જામનગરમાં એક ઓમિક્રોનનો કેસ સામે આવ્યો છે અને અન્ય વિદેશથી આવેલા પ્રવાસીઓની તપાસ ચાલુ છે.

