Sunday, July 7, 2024
HomeGujaratસુરેન્દ્રનગરમાં ટ્રેકટરના શો-રૂમમાં ભાગીદારોએ નાગરિક બેંક લોન નહીં ભરતા સીલ લાગ્યા

સુરેન્દ્રનગરમાં ટ્રેકટરના શો-રૂમમાં ભાગીદારોએ નાગરિક બેંક લોન નહીં ભરતા સીલ લાગ્યા

સુરેન્દ્રનગરમાં આવેલા ઝાલાવાડ ટ્રેકટરની પેઢીએ રાજકોટ નાગરિક બેંકની લીધેલી લોન ભરપાઈ નહીં કરતા મામલતદારની હાજરીમાં શો-રૂમને સીલ મારી દેવામાં આવ્યું છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

આ અંગેની જાણવા મળતી વિગત પ્રમાણે સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર આવેલી ઝાલાવાડ ટ્રેકટરના પેઢીના ભાગીદારોએ રાજકોટ નાગરિક બેંક પાસેથી લોન લીધી હતી. ત્યારબાદ પેઢી ફડચામાં જતા પેઢીએ રાજકોટ નાગરિક બેંકમાંથી લીધેલી લોન ભરપાઈ નહીં થતા લોન ભરપાઈ કરવા માટે અનેક વખત બેંક દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી.

આ ફોટો પ્રતિકાત્મક ફોટો છે.

નોટીસો આપ્યા બાદ પણ લોન ભરપાઈ નહીં થતા આજે ઝાલાવાડ ટ્રેકટરની પેઢીની મિલકતોને મામલતદારની હાજરીમાં સીલ મારવામાં આવ્યાં હતાં. તેમજ આશરે રૂપિયા પાંચ કરોડ તેર લાખ બત્રીસ હજારથી વધુની રકમ રિકવર કરવા માટે ભાગીદારોની બોડા તળાવ મુળચંદ રોડ ઉપર આવેલી અન્ય મિલકતોને સીલ મારવામાં આવી હતી.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW