ભારતના વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું લાંબી બિમારી બાદ આજે શનિવારે નિધન થયું છે. તબિયત લથડતા તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતા. મળતી જાણકારી પ્રમાણે એપ્રીલના મહિના પછી તેની તબીયત વધારે બગડી રહી હતી અને ગંભીર સ્થિતિમાં તેમને દિલ્લીની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાયા હતા. દુરદર્શન અને એનડીટીવી જેવા સમાચાર ચેનલોમાં પણ સેવાઓ આપી ચુક્યાં છે અને હિન્દી પત્રકારત્વમાં જાણીતો ચહેરો બની ગયા હતા. 67 વર્ષીય વિનોદ દુઆએ આ વર્ષે જૂનમાં પોતાની પત્ની પદ્માવતી ચિન્ના દુઆને કોરોના કારણે ગુમાવી હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
વિનોદ દુઆની પુત્રી મલ્લિકા દુઆએ સોશયલ મીડિયા ઉપર દુઆના નિધનના સમાચાર આપ્યાં હતાં. તેણે લખ્યું છે કે અમારા અડગ, નિડર અને અસાધારણ પિતા વિનોદ દુઆનું નિધન થયું છે. તેણે એક અદ્વિતિય જીવન જીવ્યું છે. તે દિલ્લીના શરળાર્થી કોલોનીઓમાંથી પસાર થઈને 42 વર્ષો સુધી પત્રકારત્વના ઉત્કૃષ્ટ શિખર ઉપર પહોંચ્યાં. તે હંમેશા સત્ય બોલ્યાં છે. તે હવે તે અમારી માં અને તેની પત્ની ચિન્નાની સાથે સ્વર્ગમાં છે. જ્યાં પણ તે બંને ગીતા ગાશો, ખાવાનું બનાવશે, યાત્રા કરશે અને એકબીજાની સાથે રહેશે.
Senior journalist Vinod Dua passes away, confirms his daughter and actress Mallika Dua. His cremation will take place tomorrow, she posts.
— ANI (@ANI) December 4, 2021
(Pic Source: Vinod Dua Twitter account) pic.twitter.com/CmkSgOrWfP
મલ્લિકા દુઆએ વધુમાં જણાવ્યું હતું કે, 5 ડિસેમ્બરના બપોરે તેમને લોધી શ્મસાન ઘાટ ઉપર દુઆના અંતિમ સંસ્કાર કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે દુઆનું સ્વાસ્થ્ય બગડતા તેની જાણકારી આપતા તેની પુત્રી અને કોમેડિયન મલ્લિકા દુઆએ સોશયલ મીડિયા ઉપર જાણકારી આપી હતી કે મારા પિતાનું સ્વાસ્થ્ય ઘણું ગંભીર છે અને તેને આઈસીયુમાં દાખલ કરાયા છે. એપ્રીલ બાદ તેનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે. તેણે એક અસાધારણ જીવન જીવ્યું છે અને અમને પણ તે જ આપ્યું છે. તેમને દુઃખ થવું ન જોઈએ. સૌ કોઈ તેમને પ્રેમ કરે છે અને હું આપ સૌથી વિનંતી કરૂ છું કે આપ તેમના માટે પ્રાર્થના કરો કે તેમને ઓછામાં ઓછી તકલીફ થાય.

