HomeGujaratહળવદ: કર્મચારીઓ કોન્ટ્રાક્ટર પર મહેરબાન, 645ના પ્રતિ કલાકે 845 ચુકવાયા

હળવદ: કર્મચારીઓ કોન્ટ્રાક્ટર પર મહેરબાન, 645ના પ્રતિ કલાકે 845 ચુકવાયા

હળવદ નગરપાલિકાએ હળવદમા રાજ્યપાલ આવ્યાં ત્યારે જુદી જુદી જગ્યાએ સફાઈ માટે જેસીબીથી કામગીરી કરી હતી જેમાં કામગીરી દરમિયાન 3 જેસીબીથી 120 કલાક કામગીરી કરી હતી પરંતુ કર્મચારીઓની મહેરબાનીથી 120 કલાકની 353 અને 645 ભાવ પ્રતિ કલાક ચુકવવાના બદલે 845 ચુકવીને સરકારી તિજોરીને નુકસાન કરતાં ચિફ ઓફિસરે લાલઆંખ કરીને સેનિટેશન ઇન્સપેક્ટર,નાયબ હિશાબનીશ અને બાંધકામ ઈજનેરને ફટકારી નોટિસ જવાબ માગ્યો છે જ્યારે કોન્ટ્રાક્ટરને દિવસ 7 રકમ પરત ચુકવણી કરવા અથવા કાયદાકીય રીતે પગલા લેવામાં આવશે તેવી નોટિસ ફટકારી પંથકમાં ચર્ચાઓ જગાવી દીધી છે.

હળવદ નગરપાલિકા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ નોટિસ ફટકારી છે જેમાં જણાવ્યું છે કે નગરપાલિકા હસ્તકના જેસીબી દ્વારા કરવામાં આવેલ અને તા 25/9ના રોજ 3 જેસીબીનો વધારો કરવાની સુચના આપવામાં આવી હતી અને કામ કરાવેલ પરંતુ રજુ થયેલ બીલમાં 5 જેસીબીનો ઉલ્લેખ કરેલ છે અને બિલનું પૂરું પેમેન્ટ કરવામાં આવેલ જે ખરેખર ચુકવવા પાત્ર થતું નહોતું જેસીબી કામના ભાવો મંજુર થયેલ 645 હતા જેની સામે તમે રજુ કરેલ ભાવો 845 હતા જેથી બીલની સંપૂર્ણ હકીકત મુજબ નોટીસ આપ્યાના 7 દિવસમાં સંપૂર્ણ રકમ પરત કરવાની જાણ કરવામાં આવે છે અને રકમ પરત કરવામાં નિષ્ફળ રહેશો તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

હળવદના સેનેટરી ઇન્સ્પેકટર આસમાનભાઈ પાલ, નાયબ હિસાબનીશ સંજયભાઈ મર્યા અને બાંધકામ ઈજનેર કિશનભાઈ મંડલીને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે ગણેશ એમ રાઠોડના બીલ મુજબ ચુકવણી કરવામાં આવી છે જે બીલની તપાસની કરતા જેસીબી દ્વારા કરવામાં આવેલ કલાકો, જેસીબીના મંજુર થયેલ ભાવો વગેરે બાબતે અને તપાસણી કરેલ ના હોય જેથી ક્ષતિવાળું બીલ રજુ થયું હોય જે મંજુર કરવામાં વહીવટી ક્ષતિ થઇ હોવાથી આ અંગે 3 દિવસમાં ખુલાસો કરવાનુ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW