રાજ્યમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટની જામનગરથી એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે જામનગરમાં વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. જામનગરના યુવાનના સંપર્કમાં આવેલા તમામ લોકોના રિપોર્ટ કરવામાં આવી રહ્યાં છે. તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોન્ટ્રેક્ટ ટ્રેસ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
જામનગરમાં બે દિવસ પહેલા કાલાવડ નાકા વિસ્તારમાં ઝિમ્બાબ્વેથી આવેલા એક નાગરિકના કોરોનાના રિપોર્ટ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેનામાં ઓમિક્રોનના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેના રિપોર્ટ લઈને પુણામાં આવેલી લેબોરેટરીમાં જિનોમ સિક્વેસિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવતા જામનગર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા તેના સંપર્કમાં આવેલા તમામ 10 લોકોના રિપોર્ટ કરવામાં આવ્યાં છે. તેમજ અન્ય 87 જેટલા લોકોને હોમ આઈસોલેટ કર્યાં છે. ત્યારબાદ આ વિસ્તારમાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને સલમાતી સ્વરૂપે ચેતવણી આપવામાં આવી છે. તેમજ લોકોને કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું જણાવી દવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બપોરે મુખ્ય આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલની આગેવાનીમાં તત્કાલીન બેઠક બોલાવી રાજ્યમાં કોરોના અને ઓમિક્રોન વાયરસ અંગેની માહિતી મેળવી નિયંત્રણ મેળવવા માટેના પગલાઓ અંગે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી.

