HomeGujaratઆજે એટલે કે 3 ડિસેમ્બરના રોજ અંકિતા લોખંડે તથા વિકી જૈનની લગ્ન...

આજે એટલે કે 3 ડિસેમ્બરના રોજ અંકિતા લોખંડે તથા વિકી જૈનની લગ્ન પહેલાંની કેટલીક વિધિ થઈ

મુંબઈ, શુક્રવાર

   ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડે 2018માં બિઝનેસમેન વિકી જૈનને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંને વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળે છે. બંને સો.મીડિયામાં અવાર-નવાર એકબીજાની તસવીરો શૅર કરે છે.ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડે લોંગ ટાઇમ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે 14 ડિસેમ્બરે લગ્ન કરવાની છે. પ્રી વેડિંગ સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે.

   આજે એટલે કે 3 ડિસેમ્બરના રોજ અંકિતા લોખંડે તથા વિકી જૈનની લગ્ન પહેલાંની કેટલીક વિધિ થઈ હતી. બંનેએ સો.મીડિયામાં તસવીરો શૅર કરી હતી. વિકી જૈને તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘હું તમને પ્રેમ કરું છું, પરંતુ પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત.’ અંકિતાએ તસવીર શૅર કરીને કેપ્શન આપ્યું હતું, ‘પવિત્ર.’અંકિતા લોખંડેના સંબંધો પહેલાં સ્વ. સુશાંત સિંહ રાજપૂત સાથે હતા. બંને લિવ ઇનમાં રહેતા હતા. જોકે, કેટલાંક કારણોસર બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. બ્રેકઅપ બાદ સુશાંતનું નામ ક્રિતિ સેનન, સારા અલી ખાન તથા રિયા ચક્રવર્તી સાથે જોડાયું હતું. 2020માં સુશાંત 14 જૂનના રોજ પોતાના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW