ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ ચાલી રહી છે. દેશ અને વિદેશના રોકાણકારનો આકર્ષવા માટે રોડ શૉ યોજવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈની મુલાકાત લીધી હતી. મુંબઈમાં કેટલાક ઉદ્યોગપતિઓને પણ ખાસ મુલાકાત આપી હતી. વન ટુ વન બેઠક કરીને દિવસની શરૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીને ટાટા સન્સના ચેરમેન નટરાજ ચંદ્રશેખરે મળીને ગુજરાતમાં આગામી બે વર્ષમાં ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં નવાં રોકાણો વિગત અંગે ચર્ચા કરાઈ હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુંબઈ મુલાકાતને લઈને શિવસેના નેતા સંજય રાઉતે આકરા પ્રહાર કર્યા છે. જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા દીદી મુંબઈની મુલાકાતે આવ્યા ત્યારે ભાજપે નિંદા કરી હતી. જેના વળતા પ્રહાર રૂપે રાઉતે પ્રતિક્રિયા આપી છે. તેમણે ગુજરાતમાં યોજાઈ રહેલા વાયબ્રન્ટ ગુજરાત પર પ્રહારો કર્યા હતા. તેમણે એક ટ્વિવટ કરીને કહ્યું હતું કે, જ્યારે મમતા બેનર્જી મુંબઈમાં ઉદ્યોગપતિઓને મળવા માટે આવ્યા હતા ત્યારે એ લોકોને પેટમાં દુખ્યું હતું.
વાયબ્રન્ટ ગુજરાત માટે જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મળવા માટે આવ્યા ત્યારે અડધી કેબિનેટ લઈને આવ્યા છે. તેમના રોડ શૉ થઈ રહ્યા છે. શું આ વાયબ્રન્ટ ગુજરાત મુંબઈને સમાપ્ત કરી દેશે. મુંબઈમાં ટાટા હોટલ્સ તરફથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હોટલ નિર્માણમાં પ્રોજેક્ટમાં પણ આગામી સમયમાં કામગીરી આગળ વધશે એવી તત્પરતા વ્યક્ત કરી હતી. જ્યારે બીજી તરફ ટાટા કેમિકલ્સના પ્લાન્ટ અંગેના એક્સપાન્સ વિશે પણ તૈયારીઓ દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કોટક મહિન્દ્રા બેંકના MD અને CEO ઉદય કોટકે વન ટુ વન બેઠક યોજીને ગુજરાતે કરેલી ઔદ્યોગિક પ્રગતિની પ્રશંસા કરી હતી. ઉદય કોટકે પોતે ગુજરાતી હોવાના નાતે ગુજરાતના વિકાસમાં અને સમાજ હિત કામોમાં પોતાના સહયોગ માટે પણ તૈયારી દર્શાવી છે.
બીજી તરફ મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટીમાં ફાઇનાન્સ અને બેન્કિંગ સેક્ટર માટેની સુવિધાઓ કેવી રીતે રોકાણકારોને ઉપયોગી થશે એ અંગે ચર્ચા કરી હતી. આ પહેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીની મુલાકાત લીધી હતી. જેનો હેતું વાયબ્રન્ટ સમિટ 2022 હતો. દિલ્હીમાં પણ એક રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. વન ટુ વન બેઠક પૂરી થયા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ મુલાકાત લેવામાં આવી હતી. આ સમિટને લઈને વડાપ્રધાન મોદીએ સંતોષ વ્યક્ત કર્યો છે.
આટલા લોકો સાથે વન ટુ વન અને રોકાણ અંગે ચર્ચા
મારુતિ સુઝુકી ઇન્ડિયાના MD કિન્ચી આયુકાવા
અવાડા એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન વિનીત મિત્તલ
PI ઇન્ડસ્ટ્રીના MD અને વાઈસ-ચેરમેન મયંક સિંઘલ
ઑયો હોટલ્સ એન્ડ હોમ્સના સંચાલકો
અવાડા એનર્જી
અર્બન કંપનીના CEO અભિરાજ સિંહ ભાલ
JCBના CEO દીપક શેટ્ટી
DCM શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને સિનિયર MD અજય શર્મા

