એક બાજુ સામાન્ય જનતા વધી રહેલા ટોલ ટેક્સથી પરેશાન છે. એવામાં ધારાસભ્યો અને સાંસદ કો ટોલ ટેક્સ ભરતા નથી. આ લોકો શા માટે ટોલ ટેક્સ ભરતા નથી એ પ્રશ્નનો જવાબ કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરી એ આપ્યો છે. એક ચેનલ સાથેની વાતચીતમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતીન ગડકરીએ કહ્યું હતું. તેમણે જણાવ્યું કે, સરકારે સેના, એમ્બ્યુંલન્સ, ટ્રેક્ટરથી માલ લઈ જનારા ખેડૂતો અને ધારાસભ્યોને આમાંથી વિશેષ છૂટ આપી છે. પણ બધાને આ પ્રકારની છૂટ આપવી યોગ્ય નથી.
સારા રસ્તાઓ અને હાઈવે જોઈતા હોય તો ટેક્સ તો ભરવો પડશે. પહેલા લોકો ટ્રાફિકમાં અટવાતા હતા. પેટ્રોલ ડીઝલ પર જે પૈસા વેડફાતા હતા. હવે સારા રસ્તા બનવાથી પૈસા બચી રહ્યા છે. તો હવે આટલું બધુ બદલાયું છે તો આટલી મુશ્કેલી કેમ? સરકાર રસ્તા બનાવવા માટે પૈસા ઉધારમાં લે છે. જે ચૂકવવા તો પડે. વ્યાજ આપવું પડે છે. તેથી ટોલ ટેક્સ લગાવવો પડે છે. હવે સરકાર દેશના નાના નાના લોકોની આર્થિક મદદથી રસ્તાઓ બનાવશે. જ્યારે બેંકમાં ખાતું ખોલાવો છો ત્યારે બેંક કેટલું વ્યાજ આપે છે. તમે રસ્તો બનાવવા માટે પૈસા આપો સરકાર એના પર વ્યાજ આપશે.

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક લાખ કરોડ રૂપિયા ખર્ચાય રહ્યા છે. આ માટે લોકો પાસેથી બોન્ડ રૂપે પૈસા લેવાશે. આપણા દેશમાં 26 ગ્રીન એક્સપ્રેસ હાઈવે બની રહ્યા છે. બે વર્ષમાં રસ્તાના માધ્યમથી દિલ્હીથી શ્રીનગર 8.5 કલાકમાં પહોંચી જશો. રસ્તા બનાવવા માટે અમે ટ્રાંસપેરન્ટ, રિઝલ્ટ ઓરિયેન્ટેડ, ટાઈમ બાઉન્ડ અને ક્વોલિટી કોન્સિયશ છીએ.

