HomeGujaratઅનોખા લગ્નઃ વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈ દુલ્હન લેવા પહોંચ્યા

અનોખા લગ્નઃ વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈ દુલ્હન લેવા પહોંચ્યા

ગીર સોમનાથના વેરાવળ પંથકમાં આહીર સમાજના આગેવાનના બે પુત્રના અનોખી રીતે લગ્ન થયા છે. સામાન્ય રીતે લગ્ન સમયે વરરાજાની એન્ટ્રીને જોવા માટે આસપાસમાંથી પણ ગામ ઉમટી પડે છે. વેરાવળ પંથકમાં રજવાડી લગ્નોત્સવ યોજાયો હતો. જેમા દુલ્હેરાજા હેલિકોપ્ટર લઈને પરણવા ગયા હતા. ગીર સોમનાથ પંથકમાં હેલિકોપ્ટરમાં જાન આવી હોય એવો આ પ્રથમ કિસ્સો હતો. જેમાં વેરાવળ તાલુકામાંથી વરરાજાની જાન હેલિકોપ્ટરમાં ઊપડી તાલાલા તાલુકામાં ઉતરાણ કરી માંડવે પહોંચી હતી. આ માટે એક ખાસ હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યું હતું.

જિલ્લા મથક વેરાવળ તાલુકાના આજોઠા ગામે અનોખો લગ્નપ્રસંગ થયો હતો. આજોઠા ગામના આહીર સમાજના અગ્રણી નાથુ સોલંકીના બે પુત્રની જાન હેલિકોપ્ટરમાં દુલ્હન લેવા માટે પહોંચી હતી. બંને વરરાજાની જાને આજોઠાથી હેલિકોપ્ટરથી પાડોશમાં આવેલા તાલાલા ગીરના ઘૂસિયા ગામમાં શૈક્ષણિક સંકુલના ગ્રાઉન્ડમાં ઉતરાણ કર્યું હતું. બંને વરરાજા જાન સાથે ધાવા ગીર ગામે લગ્નસ્થળે પહોંચ્યા હતા. આ રજવાડી લગ્નોત્સવમાં સામેલ થયેલા આહીર સમાજના પરિવારો પારંપરિક પહેરવેશ સાથે આ લગ્નપ્રસંગમાં ભાગ લેવા માટે આવ્યા હતા. જ્યારે રાસ-ગરબાની રમઝટમાં ગમન સાંથલ, ગીતા રબારી, જિજ્ઞેશ કવિરાજ, દિવ્યા ચૌધરી, ઉર્વશી રાદડિયા, નારાયણ ઠાકર સહિતના ખ્યાતનામ કલાકારોએ રંગત જમાવી હતી.

હેલિકોપ્ટરમાં જાન ઉપડતા આસપાસના લોકોમાં અનેરો રોમાંચ જોવા મળ્યો હતો. હેલિકોપ્ટરમાંથી વરરાજાની એન્ટ્રી જોવા માટે ગામના લોકો એકઠા થઈ ગયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં હેલિકોપ્ટરમાં જાન જોડાતાં નાનાં ભૂલકાંમાં અનેરો રોમાંચ જોવા મળ્યો હતો. સમાજના આગેવાને ગામની શાળાના વિદ્યાર્થીઓનો પણ જમણવાર યોજી ભૂલકાંને હેલિકોપ્ટર નજીકથી જોવાનો-માણવાનો આનંદ આપ્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW