HomeNationalબંગાળની ખાડીમાં સર્જાયું ચક્રવાત ડીપ્રેશન 12 કલાકમાં વાવાઝોડામાં ફેરવાઈ જશે

બંગાળની ખાડીમાં સર્જાયું ચક્રવાત ડીપ્રેશન 12 કલાકમાં વાવાઝોડામાં ફેરવાઈ જશે

હૈદરાબાદ, શુક્રવાર

   બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ચક્રવાત આગામી 12 કલાકમાં વાવાઝોડા માં ફેરવાય શનિવાર સુધીમાં ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના કિનારે ત્રાટકશે. વાવાઝોડાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવી સમીક્ષા બેઠક બોલાવી હતી. ઓડીશા સરકારે NDRF ની ૨૯ ટીમો તૈનાત કરી છે. સાથે સાથે ODRF ની 266 ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

   પ્રાપ્ત માહિતી અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ચક્રવાત આગામી 12 કલાકમાં વાવાઝોડા માં ફેરવાય શનિવાર સુધીમાં ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના કિનારે ત્રાટકશે. જેને લઇ આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. શનિવાર સવારે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં ત્રાટકનારા વાવાઝોડાને સાઉદી અરબે વાવાઝોડાને ‘જવાદ’ નામ આપ્યું છે. વાવાઝોડાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવી સમીક્ષા બેઠક બોલાવી હતી. દરિયાકાંઠાના 14 જીલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડાને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. 3 થી 5 ડીસેમ્બર દરમ્યાન દરિયો ખેડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સાથે સાથેઓડીશા-આંધ્રપ્રદેશ અને બંગાળમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઓડીશા સરકારે NDRF ની 29 ટીમો તૈનાત કરી ODRF ની 266 ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી હોવાનું કમિશ્નર પ્રદીપકુમારે જણાવ્યું હતું. વાવાઝોડાના પગલે રેલ્વે વિભાગ દ્વારા 95 મેલ અને એક્સપ્રેસ ટ્રેનો કરી રદ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW