ગાંધીનગર, ગુરુવાર
ગુજરાત કોંગ્રેસમાં ઘણા સમયથી ગુંચવાયેલું કોકડું આજે ઉકેલ આવ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાની વરણી આજરોજ દિલ્હી ખાતે રાહુલ ગાંધી ના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં કરવામાં આવી છે જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર અને વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવા ના નામોની મહોર મારવામાં આવી હોય તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે. હવે માત્ર સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની વરણી કરવામાં આવી છે. આજરોજ દિલ્હી ખાતે રાહુલ ગાંધી ના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં જેતપુર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતા નામો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં જગદીશ ઠાકોર કોંગ્રેસ પ્રમુખ તરીકે અને વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાની વરણી કરવામાં આવી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. હવે સત્તાવાર જાહેરાત બાકી છે. ગુજરાતમાં ઓબીસી સમાજના અને આદીવાસી સમાજના મત અંકે કરવા માટે આ બંને નેતાઓની વરણી કરવામાં આવી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જગદીશ ઠાકોર ગુજરાતમાં ઓબીસી સમાજમાં સારૂ એવું પ્રભુત્વ ધરાવે છે જ્યારે સુખરામ રાઠવા આદિવાસી સમાજમાં સારી એવી પકડ ધરાવે છે.

