HomeGujaratગુજરાતના દરિયા કાંઠે મીની વાવાઝોડું ફૂંકાયું 15 બોટ ડૂબી 15 ખલાસી...

ગુજરાતના દરિયા કાંઠે મીની વાવાઝોડું ફૂંકાયું 15 બોટ ડૂબી 15 ખલાસી ડૂબ્યા,


અરબી સમુદ્રમાં છેલ્લા કેટલાક દિવસથી સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં અનેક તાલુકામાં કમોસમી વરસાદ થયો છે તો રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. હજુ આ ઓછું હોય તેમ બુધવારે મોડી રાત્રે અરબી સમુદ્રમાં મીની વાવાઝોડું સર્જાયું હતું અને ગીર સોમનાથ જીલ્લાનાં ઉના નજીક નવાબંદર ખાતે ભારે પવન ફૂંકાયો હતો. 


દરિયામાં 15 જેટલી બોટ ડૂબી ગઇ હતી.જેમાં 12થી વધુ માછીમાર પણ ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. અને 4 માછીમારો બચાવી લેવાયા હતા.ગીરસોમનાથ જિલ્લા કલેક્ટરે માછીમારોને હાલ દરિયો ન ખેડવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું. રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધ્યુંકમોસમી વરસાદના કારણે ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં વાદળના કારણે પારો ત્રણ ડીગ્રી સુધી ગગડી ગયો છે.દિવમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો પવનના કારણે એક ખલાસીનું મોત નિપજ્યું હતું.અમરેલી જિલ્લાના રાજુલા પીપાવાવ,કોસ્ટલ બેલ્ટ  પર વાતાવરણ માં પલટો આવતા કમોસમી વરસાદ પડયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW