HomeGujaratસસ્તુ સોનુ ખરીદવાની તક, RBIના નવા પોર્ટલ ઉપરથી ખરીદી શકાશે સોવરેન ગોલ્ડ...

સસ્તુ સોનુ ખરીદવાની તક, RBIના નવા પોર્ટલ ઉપરથી ખરીદી શકાશે સોવરેન ગોલ્ડ બોન્ડ

સરકાર સામાન્ય લોકોને સસ્તામાં સોનુ ખરીદવાની તક આપી રહી છે. 29 નવેમ્બર, 2021થી સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22ની આઠમી સીરીઝનું વેચાણ શરૂ થઈ ચુક્યું છે. તો સોવરેન ગોલ્ડ બોંડની ખરીદી હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં શરૂ કરેલા પોર્ટલ ઉપરથી પણ કરી શકો છો. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 સીરીઝ 8નું વેચાણ થઈ રહ્યું છે અને તેને નવા પોર્ટલ rbiretaildirect.org.in ઉપર જઈને ખરીદી શકો છો.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

અત્યારસુધીમાં સોવરેન ગોલ્ડ બોન્ડને કોમર્શિયલ બેંકો, સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, નક્કી કરેલી પોસ્ટ ઓફિસ, માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જો, એનએસઈ અને બીએસઈ માન્ય શેર બજારોના માધ્યમથી વેચી શકાય છે. પરંતુ સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે આરબીઆઈનું પોર્ટલ એક નવુ ઓપ્શન બની ગયું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા મહિના પહેલા નવા પોર્ટલનું ઉદઘાટન કર્યું હતું. આ પોર્ટલ ઉપર જઈને કોઈ પણ સામાન્ય માણસ સીધુ જ ટ્રેજરી બીલ, સિક્યોરીટી, સોવરેન ગોલ્ડ બોન્ડ અને સ્ટેટ ડેવલપમેન્ટ લોનની ખરીદી કરી શકે છે. આરબીઆઈની નવી યોજના હેઠળ રિટેઈલ રોકાણકારોને ઓનલાઈન આરડીજી એકાઉન્ટ ખોલવાની સુવિધા હશે. આ એકાઉન્ટ્સને રોકાણકારોના સેવિંગ એકાઉન્ટ્સ સાથે જોડી શકાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW