રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા કેબલ ઓપરેટરે એકલવાયા જીવનથી કંટાળીને પોતાની જાત જલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
જંગલેશ્વર વિસ્તારમાં આવેલી એકતા કોલોનીમાં રહેતા મહેશ લાલજીભાઈ ઝીંઝુવાડીયા નામના યુવાને બે દિવસ પહેલા તેના ઘરે પોતાની ઉપર કેરોશીન છાંટીને સળગી ગયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે દાઝેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું ટુંકી સારવાર દરમયાન મોત નીપજ્યું હતું.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે મહેશભાઈ કેબલ ઓપરેટરનો વ્યવસાય કરે છે. તેની પત્ની ટીના ત્રણ વર્ષ પહેલા એક યુવાન સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ પુત્ર અને પુત્રીએ પણ પિતાને છોડીને નવાગામ વિસ્તારમાં રહેવા માટે ચાલ્યા ગયાં હતા. યુવાનને તેની પત્ની અને બાળકો છોડીને ચાલ્યા જતા એકલવાયું જીવન જીવતો હતો. એકલવાયા જીવનથી કંટાળીને પોતાની જાત જલાવીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. પ્રતીકાત્મક તસ્વીર

