રાજયમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની નગરપાલિકા અને મહાનગર પાલિકા વિસ્તારમાં રોડ ભૂગર્ભ તેમજ લાઈટ સહિતના કામ ઝડપથી થવા લાગ્યા છે. જોકે આ કામગીરીમાં એટલી ઉતાવળ છે કોન્ટ્રાકટર રસ્તામાં ઉભેલી કાર પણ હટાવવાનો સમય નથી
અમદાવાદમાં આવી જ એક તસ્વીર સોશિયલ મીડિયામાં સામે આવી છે. અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા રૂ 250 કરોડના ખર્ચે રોડ રસ્તાની કામગીરી મંજુર કરવામાં આવી છે. હાલ પાલિકા વિસ્તારમાં ઠેર ઠેર રસ્તા ચાલી રહ્યા છે. જોકે આ કામમાં મોટા પાયે લાલીયાવાડી ચાલી રહી છે તેનું ઉદાહરણ શહેરમાં આવી છે. શહેરના સરદાર નગરમાં પોલીસ લાઈન થી એરપોર્ટ દીવાલ પાસે રોડ પર ડામર થી રીસરફેસ કામગીરી કરી હતી જોકે કોન્ટ્રાકટરને એટલી બધી ઉતાવળ હતી કે રસ્તાના સાઈડમાં રહેલી કાર પણ દૂર કરવાની તસ્દી લીધી ન હતી અને કાર જ્યાં પડી હતી તેટલી જગ્યા છોડી દઈ ડામર પાથરી દીધો હતો. આ રોડનો ફોટો સોશ્યલ મિડિયામાં વાયરલ થયો હતો. જે બાદ લોકોએ વિકાસ ગાંડો થયો છે. ગતિશીલ ગુજરાત જેવી કૉમેન્ટ કરી કામગીરી વિરુદ્ધ રોષ વ્યકત કર્યો છે

