HomeNationalભારતમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે બે કેસ નોંધાયા, કર્ણાટકમાં તંત્ર એલર્ટ મોડમાં

ભારતમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે બે કેસ નોંધાયા, કર્ણાટકમાં તંત્ર એલર્ટ મોડમાં

કોરોના વાયરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન દુનિયાની સામે નવી મુસીબત બનીને સામે આવ્યો છે. WHOએ પણ આ નવા વેરિએન્ટ ઉપર ચિંતા વ્યક્ત કરી હતી. કોરોનાનો આ નવો વેરિએન્ટ હવે ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા 24 કલામાં ઓમિક્રોન વેરિએન્ટના બે કેસ સામે આવ્યાં છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે ગુરૂવારે આ અંગે જણાવ્યું હતું કે, કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના બંને કેસો કર્ણાટકના છે. તેમણે જણાવ્યું હતું કે, 66 અને 46 વર્ષની ઉંમરના બે લોકોમાં ઓમિક્રોન વાયરસ મળી આવ્યો છે. હાલ તો આ બંને દર્દીઓને ક્વોરેન્ટાઈનમાં રાખ્યાં છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાના સૌથી વધારે ખતરનાક વેરિએન્ટ અત્યારસુધીમાં 29 દેશોમાં ફેલાઈ ચુક્યું છે. સમગ્ર વિશ્વમાં અત્યારસુધીમાં ઓમિક્રોન વેરિએન્ટના 373 કેસો સામે આવ્યાં છે. ઓમિક્રોન સાથે જોડાયેલા તમામ કેસોમાં અત્યારસુધીમાં થોડા હળવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. દેશ અને દૂનિયામાં નોંધાયેલા ઓમિક્રોનના કેસોમાં કોઈ ગંભીર લક્ષણો સામે આવ્યાં નથી.

પરંતુ આ વાયરસ ડેલ્ટા વેરિએન્ટ કરતા 5 ગણો વધારે ખતરનાક હોવાનું સામે આવ્યું છે. દક્ષિણ આફ્રીકાની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર કમ્યુનિકેબલ ડિજીજના કાર્યકારી નિર્દેશક એડ્રિયન પ્યોરે જણાવ્યું છે કે, અમે વિચાર્યું ન હતું કે આ વાયરસ ડેલ્ટાને પાછળ છોડી દેશે. ટ્રાન્સમીશનના કેસમાં આ સ્પેશયલ વેરિએન્ટ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW