કર્ણાટક,ગુરુવાર
સરકારના લાખ પ્રયાસો છતાં દેશમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનથી બે દર્દીઓ સંક્રમિત જોવા મળ્યા છે. આ બંને કેસ કર્ણાટકમાં મળી આવ્યા છે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે.
આરોગ્ય મંત્રાલયે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ને ટાંકીને કહ્યું છે કે કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા કરતા 5 ગણું વધુ ખતરનાક છે.અને તે બાકીના કરતા વધુ ઝડપથી ફેલાઈ શકે છે. જણાવી દઈએ કે અત્યાર સુધી 29 દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની ઓળખ કરવામાં આવી છે. અને WHO એ તેને વેરિયન્ટ ઓફ કન્સર્નની શ્રેણીમાં રાખ્યું છે. આ પ્રકારથી સંક્રમિત દર્દીની પ્રથમ દક્ષિણ આફ્રિકામાં ઓળખ કરવામાં આવી હતી. આ બંને દર્દીઓ કર્ણાટકના રહેવાસી છે. આ પૈકીના એક ઉંમર 46 વર્ષ અને બીજાની ઉંમર 66 વર્ષ છે. ઓમિક્રોનના જોખમ વચ્ચે દિલ્હીમાં ઓમિક્રોનના જોખમી દેશોમાંથી વધુ 4 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તેમને લોક નારાયણ જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવે છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સતેન્દર જૈને કહ્યું કે વિદેશથી આવતા દરેક યાત્રીએ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે.

