અમદાવાદ, બુધવાર
હાલમાં ડ્રગ્સની ઘૂસણખોરીની ઘટનાઓ બની રહી છે. તે મામલામાં ગુજરાત ફરન્ટીયર IG જી.એસ. મલિકનું મોટું નિવેદન સામે આવ્યું છે. પાકિસ્તાનને જોડતી ગુજરાતની સરહદો પર ફરન્ટીયર પુરી રીતે સતર્ક છે. ગુજરાત BSFના ઇતિહાસમાં ગુજરાતમાં ડ્રગ્સની ઘૂસણખોરી નથી થઈ જે અમારી સૌથી મોટી ઉપલબ્ધિ છે. ગુજરાત હરામી નાળા ક્રિક વિસ્તાર પહેલા સૌથી મોટી ચેલેન્જ સમાન હતા. હરામી નાળાને 100 ટકા સિલ કરી દીધું છે. 2021માં એક પણ બોટની ઘૂસણખોરી થઈ નથી.
1 ડિસેમ્બર 1965માં BSFની સ્થાપના થઇ હતી. ત્યારે BSF 57મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. જેને લઈ ગુજરાત BSF દ્વારા વોલીબોલ, ક્રિકેટ ગોલ્ફ, ટગ ઓફ વોર જેવી રમતો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. રસ્સા ખેંચની સ્પર્ધામાં ફરન્ટીયર ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમને ફરન્ટીયર આઇજી G S મલિકએ શુભેચ્છાઓ પાઠવી. આઈ જી G S મલિકએ જણાવ્યું કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશ તરફ દેશની સીમાઓ પર BSF સુરુક્ષા કરે છે. ગુજરાતમાં 826 કિલોમીટર વિસ્તારમાં ફરન્ટીયર સુરક્ષા કરે છે જે ગર્વની બાબત છે. ગુજરાતમાં હરામી નાળા ક્રિક એરિયા પહેલા ચેલેન્જ સમાન હતા. પણ અમે હરામીનાળાના એન્ટ્રી પોઇન્ટસ 1164,1166 1169 પૂરી રીતે સીલ કર્યા છે.2021માં એકપણ બોટની ઘૂસણખોરી હરમીનાળાથી નથી થઈ. હમણાં ડ્રગ્સની ઘૂસણખોરીના કેસ સામે આવી રહ્યા છે. તે મામલામાં ગુજરાત BSFના ઇતિહાસમાં ગુજરાતમાં ડ્રગ્સની ઘૂસણખોરી નથી થઈ જે અમારી સૌથી મોટી ઉપલબ્ધિ છે. તેમણે ઉમેર્યું કે, બધી ફોર્સ કો ઓર્ડિનેશનમાં કામ કરે છે. બડમેરમાં બે કેસ એવા છે જયાંથી ડ્રગ્સ નીકળવાનો પ્રયાસ કર્યો પણ પકડાઈ ગયા. પંજાબથી બે લોકો આવ્યા હતા જેમને Bsfએ પકડી લીધા હતા. પંજાબમાં પણ ડ્રગ્સના મામલામાં BSFનું પ્રેશર જબરદસ્ત છે. BSF ઘણું કન્ટ્રોલ કર્યું છે પણ પંજાબમાં હજુપણ ડ્રગ્સની ડિમાન્ડ હોઈ પાકિસ્તાનમાંથી બડમેર જેવા વિસ્તારથી ઘૂસણખોરી કરી સપ્લાય કરે છે. જેની સામે તમામ ફોર્સ એલર્ટથી કામ કરી રહી છે. (ફાઇલ ફોટો)

