HomeGujaratNorth Gujaratઆ વર્ષે ચોમાસામાં પડ્યાં 73 ભૂવા : નવા વાડજના ભૂવાનું સમારકામ પડ્યું...

આ વર્ષે ચોમાસામાં પડ્યાં 73 ભૂવા : નવા વાડજના ભૂવાનું સમારકામ પડ્યું 38 લાખમાં

અમદાવાદ, બુધવાર

  એએમસી દ્વારા છેલ્લાં 10 દિવસથી ખોદીને રાખવામાં આવ્યો છે પણ તેનાં રિપેરિંગનું કામ હજુ શરૂ થયુ નથી. શહેરમાં ચોમાસાની સીઝન હોય કે, શિયાળો કે પછી ઉનાળો આવે ભૂવા દરેક સિઝનનમાં જોવા મળે છે. અને આ જ તંત્રનાં કામની પોલ ખોલે છે. અમદાવાદ શહેરમાં કોઇપણ સીઝનહોય ભૂવા પડવાનું બંધ થતું નથી. શહેરનાં શાહપુર વિસ્તારમાં ગટર લાઇન તુટતાં હાલમાં વિશાળ ભુવો પડ્યો છે જેને એએમસી દ્વારા છેલ્લાં 10 દિવસથી ખોદીને રાખવામાં આવ્યો છે પણ તેનાં રિપેરિંગનું કામ હજુ શરૂ થયુ નથી. શહેરમાં ચોમાસાની સીઝન હોય કે, શિયાળો કે પછી ઉનાળો આવે ભૂવા દરેક સિઝનનમાં જોવા મળે છે.

   નવાવાડજ વિસ્તારમાં જવાહરનગરનાં છાપરા પાછળ ભૂવો પડ્યો હતો. જેને પૂરવા માટે 38 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. ઇન્દ્રપુરી વોર્ડમાં કડિયાનાકાથી તુષારભાઇ દેશમુખ ગાર્ડન રોડ પર પડેલો ભૂવો 20 લાખ રૂપિયામાં પુરાયો જ્યારે, સ્ટેડિયમ વોર્ડમાં રાઉન્ડ ટેબલ સ્કૂલ જક્શન પાસે પડેલો ભૂલો પૂરવા માટે 20 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. બોડકદેવ વોર્ડમાં પડેલો ભૂવો પૂરવા 17.51 લાખનો ખર્ચો કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ રસ્તો કેટલો ટકે છે.

ઝોન પડેલાં ભૂવા મરામતો ખર્ચ (લાખ રૂપિયામાં)
ઉત્તર 4 8.10 લાખ
દક્ષિણ 14 77.69 લાખ
પૂર્વ 12 9.880 લાખ
પશ્ચિમ 21 114.31 લાખ
ઉત્તર પશ્ચિમ 12 43.71 લાખ
દક્ષિણ પશ્ચિમ 8 23.40 લાખ
મધ્ય 2 5 લાખ
કૂલ 73 282.09 લાખ રૂપિયા

  ઉલ્લેખનીય છે અમદાવાદમાં ભૂવા પડવાએ નવાઇની વાત નથી. દર વર્ષે ચોમાસામાં સ્માર્ટ સિટી ભૂવા નગરી બની ગઇ છે. આ વર્ષે પણ આ જ પરિસ્થિતિ છે. મહાનગરપાલિકાનું માનીયે તો, આ વર્ષે શહેરમાં 73 ભૂવા પડ્યા છે જેને પૂરવા માટે 282 લાખ રૂપિયા એટલે કે 3 કરોડ રૂપિયાની આસપાસનો ખર્ચો થયો છે. આમ તો ભૂવા પુરવા પાછળ આમ કો 2-3 લાખ રૂપિયાનો ખર્ચો થઇ શકે છે. જે માટે 20થી 30 લાખ રુપિયા લાખ રૂપિયા કોન્ટ્રાક્ટર્સને ચુકવવામાં આવ્યાં છે. કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર્સની બેદરકારીને કારણે સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 21 જ્યારે સૌથી ઓછા 2 ભૂવા મધ્યઝોનમાં પડ્યાં છે. (તસ્વીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW