HomeGujaratસનરાઈઝર્સ હૈદરાબાદના CEOએ કહ્યું, આ કારણે રાશિદને પડતો મૂક્યો

સનરાઈઝર્સ હૈદરાબાદના CEOએ કહ્યું, આ કારણે રાશિદને પડતો મૂક્યો

IPLની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદે અફઘાનિસ્તાનનાન સ્ટાર સ્પીનર રાશિદ ખાનને ટીમમાંથી પડતો મૂક્યો છે. મંગળવારે IPL2022ની ટીમે પોતાનું રીટેઈશન લીસ્ટ જાહેર કરી દીધું હતું. સનરાઈઝર્સ હૈદરાબાદ ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસન, અબ્દુલ સમદ અને ઉમરાન મિલને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. પણ રાશિદ ખાનને બહાર કરવા માટે SRHના નિર્ણયથી ચાહકો આશ્ચર્યમાં છે. હવે આ મામલે ટીમના CEOએ એક સ્પષ્ટતા કરી દીધી છે.

આ ટીમના CEO શાનમુગમે જણાવ્યું હતું કે, આખરે તેમણે આ સ્ટાર ખેલાડીને શા માટે રીલિઝ કરી દીધો. રાશિદ ખાનની ગણતરી T20 ક્રિકેટ ફોર્મેન્ટના શ્રેષ્ઠ બોલરમાં થાય છે. તેમણે એવું પણ કહ્યું કે, જો કોઈ ખેલાડી કિંમતને કારણે હરાજીમાં જવા માગે છે અને એમના આ નિર્ણયનું સન્માન કરીએ છીએ. અમે પણ જોઈશું કે, શું હરાજીથી યોગ્ય કિંમતથી કોઈ ટીમ ખરીદી શકે છે કે નહીં. વધુ કિંમતથી ખેલાડીઓને ખરીદવા માટે હોડ લાગશે. હૈદરાબાદે કેન વિલિયમસનને રૂ.14 કરોડમાં રીટેઈન કર્યો હતો. તે જ સમયે, અબ્દુલ સમદને રૂ.4 કરોડમાં અને યુવા ઝડપી બોલર ઉમરાન મલિકને રૂ.4 કરોડમાં રીઈટેન કરાયો હતો. રાશિદ ખાને વર્ષ 2017માં SRH માટે આઈપીએલની શરૂઆત કરી હતી. એક અહેવાલ મુજબ રાશિદ ખાન IPLમાં જોડાવા માટે બે નવી ટીમો સાથે વાતચીત કરી રહ્યો છે. નોંધનીય છે કે IPL 2022માં દસ ટીમો ભાગ લેશે. મેગા ઓક્શનમાં જૂની IPL ટીમો માટેનું પર્સ 90 કરોડ રૂપિયા સુધીનું છે. પંજાબ કિંગ્સ પાસે હજુ રૂ.72 કરોડ રૂપિયા બાકી છે. જેમાંથી તે બીજા ખેલાડીની ખરીદી કરી શકે છે.

WATCH - Rashid Khan Makes SRH Players Go ROFL!

દિલ્હી કેપિટલ્સ પાસે 47.50 રૂપિયા બાકી છે. જેમાંથી જે અગાઉ બીજી ટીમમાં રહેલા ખેલાડીની ખરીદી કરી શકે છે. કોલકાતા પાસે 48 કરોડ બાકી છે. KKR એ આન્દ્રે રસેલને રૂ. 12 કરોડ, સુનીલ નારાયણ રૂ. 6 કરોડ, વરુણ ચક્રવર્તી અને વેંકટેશ ઐયરને 8-8 કરોડમાં જાળવી રાખ્યા છે. અમદાવાદની ટીમને CVC કેપિટલ્સ નામની કંપનીએ રૂ. 5625 કરોડમાં ખરીદી હતી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIએ હજુ સુધી CVC કેપિટલ્સને ટેન્ડર પેપર્સ આપ્યા નથી. તેથી આ ટીમ સક્રિય થાય એને થોડો સમય લાગશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW