HomeGujarat14 વર્ષ બાદ માચીસની કિંમતમાં વધારો થયો, આજથી 1 Matchbox માટે 2...

14 વર્ષ બાદ માચીસની કિંમતમાં વધારો થયો, આજથી 1 Matchbox માટે 2 રૂપિયા ચૂકવવા પડશે

નવી દિલ્હી,બુધવાર

   છેલ્લા 14 વર્ષથી માચીસ ઉદ્યોગે ક્યારેય પણ માચીસના ભાવમાં વધારો થવા દીધો નથી, જ્યારે મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. છેલ્લે 2007માં માચીસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે તેની કિંમત 50 પૈસાથી વધારીને 1 રૂપિયા કરવામાં આવી હતી. પરંતુ 1 ડિસેમ્બરથી એટલે કે આજથી માચીસ હવે 1 રૂપિયાને બદલે 2 રૂપિયામાં મળશે. તમિલનાડુના શિવકાશીમાં “ઓલ ઈન્ડિયા ચેમ્બર ઓફ મેચ ઈન્ડસ્ટ્રીઝ” ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

   દરેક ઘરમાં માચીસની જરૂર હોય છે. માચીસ વગર ન તો ઘરમાં દીવો પ્રગટે છે અને ન તો મંદિરમાં દીવા-બત્તી. ઘરમાં સ્ટવ સળગાવવાનો હોય કે ધૂમ્રપાનના શોખીન લોકોને સિગારેટ અને બીડી સળગાવી હોય આવા દરેક નાના-મોટા કામમાં માચીસ મહત્વનો ભાગ ભજવે છે. ભૂતકાળમાં દરેક વસ્તુની કિંમતમાં વધારો થતો હતો. પરંતુ માચીસના ભાવમાં વધારો થયો ના હતો.પરંતુ 14 વર્ષ બાદ હવે માચીસનો ભાવ બમણો થવા જઈ રહ્યો છે. માચીસની સફર ખૂબ જ રસપ્રદ છે, તેથી જ આજે ચારેબાજુ વધેલી કિંમતની ચર્ચા છે. લગભગ 40 વર્ષ પહેલા માચીસની કિંમત 25 પૈસા હતી, પછી એક-બે દાયકા પછી તે 50 પૈસા થઈ ગઈ. છેલ્લી વખત માચીસની કિંમત 2007માં તેની કિંમત વધારીને 1 રૂપિયા કરવામાં આવી હતી. એક દાયકામાં પ્રથમ વખત કિંમત બમણી થઈ છે અને દરેક બોક્સની કિંમત હવે 2 રૂપિયા થશે

   પાંચ પ્રમુખ મેચબોક્સ ઉદ્યોગ સંસ્થાઓના પ્રતિનિધિઓએ 1લી ડિસેમ્બરથી માચીસની MRP 1 રૂપિયાથી વધારીને 2 રૂપિયા કરવાનો સર્વસંમતિથી નિર્ણય લીધો છે. માચીસની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય ગુરુવારે શિવકાશીમાં ઓલ ઈન્ડિયા ચેમ્બર ઓફ મેચની બેઠકમાં લેવામાં આવ્યો હતો ઉદ્યોગના પ્રતિનિધિઓએ ભાવવધારા પાછળ કાચા માલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાને જવાબદાર ગણાવ્યા હતા. ઉત્પાદકોએ કહ્યું કે માચીસ બનાવવા માટે 14 કાચા માલની જરૂર પડે છે. એક કિલોગ્રામ લાલ ફોસ્ફરસ 425 રૂપિયાથી વધીને 810 રૂપિયા થયો છે. એ જ રીતે મીણનો ભાવ રૂ.58થી વધીને રૂ.80, આઉટર બોક્સ બોર્ડ રૂ.36થી રૂ.55 અને ઇનર બોક્સ બોર્ડ રૂ.32થી રૂ.58 થયો છે. 10 ઓક્ટોબરથી પેપર, સ્પ્લિન્ટ્સ, પોટેશિયમ ક્લોરેટ અને સલ્ફરની કિંમતમાં પણ વધારો થયો છે. ડીઝલની વધતી કિંમતે પણ બોજમાં વધારો કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW