નવી દિલ્હી, તા.૧
દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર રાહતના સમાચાર લઈને આવી છે. પ્રધાન મંત્રી કિસાન યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ખેડૂતોને દર વર્ષે રૂા.6 હજારની સહાય ચૂકવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 9 હપ્તા ખેડૂતોને મળી ચૂક્યા છે અને હવે આગામી 15મી ડીસેમ્બર સુધીમાં ખેડૂતોને બે હજારનો 10મો હપ્તો પણ ચૂકવવામાં આવનાર છે. જે ખેડૂતોને ૯મો હપ્તો મળ્યો નથી તેવા ખેડૂતોને બે હપ્તા એક સાથે ચૂકવવામાં આવનાર છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી કરવા માટે પ્રધાન મંત્રી દ્વારા આ યોજના અમલી બનાવાઈ હતી અને વર્ષમાં ત્રણમ તબક્કામાં ખેડૂતોને 6 હજારની આર્થિક સહાય કરવામાં આવી રહી છે.
દેશના 11.10 કરોડ ખેડૂતો પ્રધાન મંત્રી કિસાન યોજનાના લાભાર્થી છે અને આવા ખેડૂતોને દર વર્ષે ત્રણ તબક્કામાં બે-બે હજારની આર્થિક સહાય કરવામાં આવે છે. લોકસભાની ચૂંટણી પછી કરાયેલી આ યોજના અંતર્ગત અત્યાર સુધી ખેડૂતોને 9 હપ્તા મળી ચૂક્યા છે. હવે આગામી 15મી ડીસેમ્બર સુધીમાં ખેડૂતોને 10મો હપ્તો પોતાના બેન્ક ખાતામાં જમા થઈ જશે. કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને આર્થિક રીતે નબળા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન યોજના અમલી બનાવાઈ હતી. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના માપદંડોમાં આવતા ખેડૂતોને દર વર્ષે ત્રણ તબક્કામાં બે બે હજાર લેખે કુલ 6 હજારની આર્થિક સહાય કરવામાં આવે છે. હવે આગામી ૧૫ ડીસેમ્બર સુધી ખેડૂતોના ખાતામાં બે હજારનો 10મો હપ્તો આવી જશે. જે ખેડૂતોને ૯મો હપ્તો મળ્યો નથી તેવા ખેડૂતોને બે હપ્તા સાથે મળતાં કુલ ચાર હજાર રૂપિયા મળશે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી આ મહત્વકાંક્ષી યોજનાનો મોટા પ્રમાણમાં ખેડૂતો લાભ લઈ રહ્યા છે. અગાઉ આ યોજનાનો લાભ એવા ખેડૂતો પણ લેતા હતા કે જેઓ આઈટી રિટર્ન ભરતા હતા. કેન્દ્ર સરકારના ધ્યાને આવ્યા બાદ આવા ટેક્સ પેયર ખેડૂતોને ખાતા બ્લોક કરી દેવામાં આવ્યા હતા અને જે હપ્તા ચૂકવાયા છે તેમની રિકવરી પણ શરૂ કરવામાં આવી હતી.

