રાજ્યમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની દહેશત જોવા મળી છે. રાજકોટમાં વિદેશથી આવેલા 51 પૈકી 42 નાગરિકોને હોમ આઈસોલેટ કરાયા છે. તો બાકીના 9 મુસાફરોની શોધખોળ હાથ ધરી છે. મનપાની વિવિધ ટીમો દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગનું કાર્ય કરાઈ રહ્યું છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે દિવાળી વેકેશન પૂર્ણ થતાની સાથે જ બહારગામ કે વિદેશમાં ફરવા માટે ગયેલા નાગરિકો પરત ફરી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા યુ.કે., આફ્રિકા, સિંગાપોર, અમેરિકા, લંડન સહિતના દેશોમાંથી પરત ફરી રહેલા નાગરિકોના કોરોના ટેસ્ટ તથા આરટીપીસીઆર ટેસ્ટ કરાવીને હોમ આઈસોલેટ કરવાની સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફથી વિદેશથી રાજકોટ પરત ફરેલા 51 નાગરિકોની યાદી મનપાને સોંપી છે. જે પૈકી 42 નાગરિકોને આરોગ્ય વિભાગ દ્વારા શોધીને તેમને ઘરમાં જ રહેવા માટે જણાવ્યું છે. જ્યારે બાકીના 9 નાગરિકોને શોધવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ છે. વિદેશથી પરત ફરેલા તમામ નાગરિકોના 7માં અને 14માં દિવસે કોરોના ટેસ્ટ કરાશે. તેમજ આ દિવસો દરમયાન જો કોઈ તેમનામાં લક્ષણો દેખાશે તો તેમને સારવાર આપવામાં આવશે.તથા મનપા દ્વારા નાગરિકો કોના કોના સંપર્કમાં આવ્યાં છે અને ક્યાં ક્યાં સ્થળે ગયા હતા સહિતની વિગતો મેળવવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ સહિતની કામગીરી કરાઈ રહી છે.

