મુંબઈ,મંગળવાર
બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સિક્સ સેન્સ હોટેલને શણગારવામાં આવી છે. લગ્નની તૈયારીઓ છ અલગ અલગ વિક્રેતાઓને સોંપવામાં આવી છે. આ વિક્રેતાઓ ફૂલ, સુશોભન, સુરક્ષા, પરિવહન, ખોરાક અને જંગલ સફારીનું સંચાલન કરશે. સુરક્ષા વ્યવસ્થા માટે 5 ડિસેમ્બરે 100 બાઉન્સર જયપુરથી સવાઈ માધોપુર આવશે. તેમના માટે મીના ધર્મશાળા બુક કરવામાં આવી છે.ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, આ ઉપરાંત રાજસ્થાનથી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે,
જે VIP ગેસ્ટની સુરક્ષા માટે મૂકવામાં આવશે. ડિસેમ્બરમાં બંને લવબર્ડ્સ જોધપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં શાહી લગ્ન કરવાના છે. સ્થળ, કપડાં, મહેંદી, ફૂડ મેનુ સહિત ગેસ્ટ લિસ્ટ તૈયાર છે. રિપોર્ટ અનુસાર, કેટરિના-વિકીના લગ્નના પહેલા કન્ફર્મ ગેસ્ટ ખૂબ જ ખાસ છે.આ ગેસ્ટ વરુણ ધવન અને નતાશા દલાલના વેડિંગ રિસેપ્શનમાં પણ સામેલ થયા હતા. કન્ફર્મ ડાયરેક્ટર શશાંક ખેતાન વિકી અને કેટરીનાના લગ્નના પહેલા કન્ફર્મ ગેસ્ટ છે. વિકીની આગામી ફિલ્મ ‘ગોવિંદા મેરા નામ’ પણ શશાંકના નિર્દેશનમાં બની રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં મહેમાનો માટે તમામ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટ પરથી પિક-અપ-ડ્રોપ, હોટેલની વ્યવસ્થા અને અન્ય તમામ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. લગ્નમાં મહેમાનો માટે વાહનોનું એડવાન્સ બુકિંગ પણ કરવામાં આવ્યું છે. વેડિંગ આઉટફિટની વાત કરીએ તો કેટરિના કૈફ મહેંદી પર અબુ જાની દ્વારા તૈયાર કરેલો આઉટફિટ પહેરવાની છે. સંગીત પર મનીષ મલ્હોત્રા પહેરશે. વેડિંગ રિસેપ્શનમાં તે ગુચી દ્વારા ડિઝાઈન કરેલો આઉટફિટ પહેરશે. તે જ સમયે, વિકી કૌશલ મહેંદી અને સંગીત પર કુણાલ રાવલ અને રાઘવેન્દ્ર રાઠોડ દ્વારા તૈયાર કરાયેલ આઉટફિટ પહેરશે. વિક્કીએ લગ્ન માટે સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલો આઉટફિટ પસંદ કર્યો છે.

