HomeNationalટ્વીટરનો ભાર ભારતીયના શીરે : કંપનીના સહ સંસ્થાપક જૈક ડોર્સીને પરાગ અગ્રવાલ...

ટ્વીટરનો ભાર ભારતીયના શીરે : કંપનીના સહ સંસ્થાપક જૈક ડોર્સીને પરાગ અગ્રવાલ પર પૂરો ભરોસો

ન્યુયોર્ક, મંગળવાર

  માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વીટરનો ભાર ભારતીય-અમેરિકી પરાગ અગ્રવાલના શીરે મૂકવામાં આવ્યો છે. કંપનીના સહ સંસ્થાપક જૈક ડોર્સીએ CEOપદેથી રાજીનામું આપ્યું.હવે કંપનીના CEOભારતીય-અમેરિકી પરાગ અગ્રવાલને બનાવાયા છે. IITમુંબઈથી પાસ થયેલા પરાગ અગ્રવાલે સ્ટેનફોર્ડ યૂનિવર્સીટીમાંથી Ph.d ની પદવી મેળવી છે.

  માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વીટર કંપનીના સહ સંસ્થાપક જૈક ડોર્સીએ CEOપદેથી રાજીનામું આપ્યા બાદ કંપનીના CEO ભારતીય-અમેરિકી પરાગ અગ્રવાલને બનાવાયા છે.પરાગ અગ્રવાલ Twitter સાથે 2011માં જોડાયા હતા.આ પહેલા તેઓ યાહૂ અને માઈક્રોસોફ્ટ જેવી દિગ્ગજ કંપનીઓ સાથે કામ કરી ચુક્યા હતા. અગ્રવાલ આઈ.આઈ.ટી બોમ્બેના પૂર્વ વિધાર્થી છે.આ સિવાય તેઓએ અમેરિકાની સ્ટેનફોર્ડ યૂનિવર્સીટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં Ph.d.ની ઉપાધી મેળવી છે. એડ્સ એન્જિનીયર તરીકે Twitter સાથે જોડાયેલા અગ્રવાલ ઓક્ટોબર 2017 માં કંપનીના મુખ્ય તકનીકી અધિકારી (CTO) બનાવાયા હતા. પરાગની અગ્રવાલની કુલ આવક 1.52 મિલિયન ડોલર છે. જે આશરે 11 કરોડ એટલે કે 11,39,92,400 જેટલી થાય છે. પોતાના રાજીનામાં સાથે જૈક ડોર્સીએ પરાગ અગ્રવાલના ખુબ વખાણ કર્યા હતા. તેઓએ કહ્યું કે, મને. CEO તરીકે પરાગ ઉપર પૂરો વિશ્વાસ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW