HomeNationalInter Nationalકોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને WHOની હાઈ-રિસ્ક વૉર્નિંગ, દ.આફ્રિકાના ડૉ. કોએત્જીએ કહ્યુ...

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને WHOની હાઈ-રિસ્ક વૉર્નિંગ, દ.આફ્રિકાના ડૉ. કોએત્જીએ કહ્યુ – ઈલાજથી તમામ દર્દીઓ રિકવર થયા

નવી દિલ્હી, સોમવાર

   વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાઈરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને હાઈ રિસ્કને લગતી ચેતવણી જાહેર કરી છે. ડબ્લ્યૂએચઓનું કહેવું છે કે ઓમિક્રોનથી જોખમ ઘણું વધારે છે. તેના દુનિયાભરમાં ફેલાવાની આશંકા છે. તો કેટલાક વિસ્તારોમાં તેના ગંભીર પરિણામો પણ જોવા મળી શકે છે. યુએનની હેલ્થ એજન્સીએ એક ટેક્નિકલ નોટ જાહેર કરી છે. તેમા કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોનના મામલામાં મોટો ઉછાળો જોવા મળવાની શક્યતા છે. જો આમ થયું તો તેના ગંભીર પરિણામો હોઈ શકે છે.

   ડબ્લ્યૂએચઓનું કહેવું છે કે ઓમિક્રોનના સ્પાઈક પ્રોટીનમાં ઘણું પરિવર્તન થયું છે. આ ચિંતાનો વિષય છે. આના પહેલા ડબ્લ્યૂએચઓએ કહ્યું હતું કે હજી એ સ્પષ્ટ થયું નથી કે શું કોવિડ-19નો નવો વેરિએન્ટ ઓમિક્રોન, ડેલ્ટા વેરિએન્ટ સહીત અન્યોની સરખામણીમાં વધારે સંક્રામક છે અને શું તે અપેક્ષાકૃત વધુ ગંભીર બીમારીનું કારણ છે. ડબ્લ્યૂએચઓએ કહ્યું હતું કે આના સંદર્ભે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી, જે એ જણાવે છે કે ઓમિક્રોન સાથે જોડાયેલા લક્ષણ અન્ય વેરિએન્ટની સરખામણીમાં અલગ છે.

   ડબ્લ્યૂએચઓએ કહ્યું હતું કે ઓમિક્રોન વેરિએટની ગંભીરતાના સ્તરને સમજવામાં ઘણાં દિવસોથી લઈને ઘણાં સપ્તાહો સુધીનો સમય લાગી જશે. ડબ્લ્યૂએચઓએ દુનિયાભરના અન્ય દેશોને અપીલ કરતા કહ્યું છે કે તેઓ ઓમિક્રોનને લઈને ચિંતાને કારણે દક્ષિણ આફ્રિકાના દેશોમાંથી આવનારી ફ્લાઈટો પર પ્રતિબંધ લગાવે નહીં. આફ્રિકા માટે ડબ્લ્યૂએચઓના પ્રાદેશિક નિદેશક માત્શિદિસો મોએતીએ દેશોને પ્રવાસ પ્રતિબંધથી બચવા અને વિજ્ઞાન તથા આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમોનું પાલન કરવાની હકાલ કરી છે. તેમણે કહ્યુ છે કે યાત્રા પ્રતિબંધોથી કોવિડ સંક્રમણ થોડું ઓછું થઈ શકે છે. પરંતુ તેનાથી લોકોના જીવન અને આજીવિકાને બેહદ ખરાબ અસર થશે.

   ભારતમાં કોરોનાની બીજી લહેરની પાછળ ડેલ્ટા વેરિએન્ટ હતો. માટે સરકાર આ વખતે સંપૂર્ણ સાવધાની રાખી રહી છે. આરોગ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સંશોધિત નિયમ પણ જાહેર કર્યા છે. તો ડબ્લ્યૂએચઓએ કહ્યું છે કે દક્ષિણ આફ્રિકા અને દુનિયાભરના શોધકર્તા ઓમિક્રોનના ઘણાં પાસાઓને સારી રીતે સમજવા માટે અભ્યાસ કરી રહ્યા છે અને જાણકારી ઉપલબ્ધ થતા આ અભ્યાસોના નિષ્કર્ષોને શેયર કરવાનું ચાલુ રખાશે. સંગઠને પોતાના 194 સદસ્ય દેશો સાથે રસીકરણને પ્રોત્સાહન આપવા અને જરૂરી સ્વાસ્થ્ય સેવાઓને સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો છે.

   ડબ્લ્યૂએચઓએ કહ્યું છે કે માસ્કનો ઉપયોગ, શારીરિક અંતર, ઈનડોર સ્થાન પર વેન્ટિલેશન, ભીડથી બચવું અને હાથની સ્વચ્છતા ઓમિક્રોન વેરિએટના ફેલાવાની સાથે SARS CoV-2ના સંક્રમણને ઓછું કરશે. તેની સાથે જ તમામ દેશોને ટ્રેસિંગ વધારવા માટે કહેવામાં આવ્યું છે. હાલ ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટનો કોઈ મામલો સામમમે આવ્યો નથી. જો કે દક્ષિણ આફ્રિકાથી ભારતમાં પાછા ફરેલા બે લોકો કોરોના વાઈરસના ચેપથી સંક્રમિત છે. તેમના સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. જેથી ખબર પડી શકે કે આ ઓમીક્રોન વેરિએન્ટથી સંક્રમિત થયા છે અથવા નહીં. દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનને લઈને પહેલા એલર્ટ કરનારા ડૉ. એંજેલિક કોએત્જીએ કહ્યું છે કે તે ગત 10 દિવસોમાં આનાથી સંક્રમિત 30 લોકોની સારવાર કરી ચુક્યા છે. સાઉથ આફ્રિકન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ અને 30 વર્ષથી પ્રેક્ટિસ કરી રહેલા કોએત્જીએ કહ્યું છે કે ઓમીક્રોન વેરિએન્ટના લક્ષણ ઘણાં અજીબ અને હળવા છે. તેમણે જેટલા પણ દર્દીઓની સારવાર કરી, તમામ ઠીક થઈ ગયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW