HomeGujaratઆ અઠવાડિયે આવી રહ્યા છે બે નવા આઇપીઓ, જાણો કિંમત

આ અઠવાડિયે આવી રહ્યા છે બે નવા આઇપીઓ, જાણો કિંમત

નાયકા અને લેટેન્ટ વ્યુ જેવા આઈપીઓમાં કમાણી કરવાથી જો ચૂકી ગયા હોવ તો કમાણીની વધુ એક તક આવી રહી છે. ટૂંક સમયમાં જ ટેગા ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ માર્કેટમાં આવવાનો છે. હજુ આ આઈપીઓ ખૂલ્યો પણ નથી અને ગ્રે માર્કેટમાં તેની બોલી લગાવવાની શરૂ થઈ ગઈ છે. પેટીએમમાં થયેલા ધોવાણ બાદ હજુ કેટલાક રોકાણકારો આ દિશામાં પૈસા મૂકવાનું ટાળે છે.

ગ્રે માર્કેટમાં ટેગા ઈન્ડસ્ટ્રીના આઈપીઓને તગડું પ્રીમિયમ મળવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. તે ઉપરાંત સ્ટાર હેલ્થનો આઈપીઓ પણ આ સપ્તાહે આવી રહ્યો છે. જોકે માર્કેટની સ્થિતિ કેવી રહેશે એ અત્યારે કહી શકાય એમ નથી. ટેગા ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ લગભગ 619.23 કરોડ રૂપિયાનો હશે. જે 1 ડિસેમ્બરે સબ્સક્રિપ્શન માટે ખૂલશે અને તેના માટે 3 ડિસેમ્બર સુધી બોલી લગાવી શકાશે. હજુ આ આઈપીઓ ખૂલ્યો પણ નથી.

સ્ટાર હેલ્થ 2,000 કરોડ રૂપિયાના મૂલ્યના નવા શેર ઈશ્યૂ કરવાની સાથે જ પ્રમોટર્સ તેમજ હાલના શેરધારકોની પાસેથી 5,83,24,225 ઈક્વિટી શેર્સના વેચાણની ઓફર (ઓએફએસ) કરશે. ખાનગી ક્ષેત્રની વિમા કંપની સ્ટાર હેલ્થે શેર્સની બોલી માટે 870-900 રૂપિયાની કિંમત નક્કી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW