ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતીય બોલરે દમદાર પર્ફોમન્સ કર્યું છે. ખાસ કરીને ચર્ચા આર. અશ્વિનની થઈ રહી છે. આર અશ્વિન 418 વિકેટ ટેસ્ટ ક્રિકેટમાં લઈને ટીમ ઈન્ડિયા માટે ત્રીજો સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે હરભજન સિંહનો 417 વિકેટનો રેકોર્ડ તોડ્યો છે. ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલરમાં રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે. ભારત માટે 132 ટેસ્ટમાં 619 વિકેટ લીધી છે.

આ સાથે જ ભારતના પૂર્વ કેપ્ટન અને અનુભવી ફાસ્ટ બોલર કપિલ દેવ બીજા નંબર પર છે. તેણે ભારત તરફથી 131 ટેસ્ટ મેચમાં 434 વિકેટ લીધી છે. કાનપુર ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે ન્યૂઝીલેન્ડનો ઓપનર ટોમ લાથમ જામી ગયો હતો. તેણે 138 બોલમાં પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. પરંતુ તેની અડધી સદી પૂરી કરતાની સાથે જ તે અશ્વિનની શાનદાર બોલમાં બોલ્ડ થયો હતો. અશ્વિને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. આ મેચમાં બોલરનો રીતસરનો તરખાટ જોવા મળ્યો છે. આર અશ્વિને ભારત-ન્યૂઝીલેન્ડ મેચના ત્રીજા દિવસે ન્યુઝીલેન્ડની પ્રથમ ઇનિંગ્સમાં કાયલ જેમીસન (23)ની મહત્ત્વની વિકેટ લીધી હતી. છેલ્લી વિકેટ કિવી ટીમની વિલિયમ સોમરવિલેના રૂપમાં પડી હતી. આ સફળતા પણ અશ્વિને ભારતને અપાવી.

જેમિસનની વિકેટ સાથે અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે પાકિસ્તાનના વસીમ અકરમ 414થી એને પાછળ છોડી દીધો હતો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં પહેલી ટેસ્ટ મેચના પાંચમા દિવસની રમત બપોર બાદ પૂરી થવામાં હતી. એ સમયે કીવી ટીમને ટેસ્ટ મેચ જીતવા માટે 284 રનની જરૂર હતી. મેચના ટી બ્રેક પછી પહેલી ઓવરમાં અક્ષર પટેલે હેનરી નિકોલ્સને 1 રને LBW કરી કીવી ટીમની 5મી વિકેટ લીધી હતી. આને મેચનો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે. પાચમાં દિવસે ઈન્ડિય ટીમનો સૌથી અનુભવી પેસર બોલર ઈશાંત શર્મા ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જેના કારણે ભારતીય ક્રિકેટ ટીમને અસર થઈ હતી. ટોમ લેથમે અશ્વિનના બોલ પર ફાઈન લેગમાં સિંગલ રન લીધો હતો. આમાં ઈશાંત શર્મા કુદકો મારી બોલ રોકવા જતા ઈજાગ્રસ્ત થયો હતો. તેની આંગળીમાં ઈજા પહોંચતા અત્યારે ઈશાંત મેદાનની બહાર છે.

