અમદાવાદ,સોમવાર
ગુજરાત પોલીસની લોકરક્ષક કેડરની 10459 જેટલી જગ્યાઓ માટેની ભરતી યોજાનાર છે જેમાં અંદાજીત 9.50 લાખ ઉમેદવારએ અરજી કરી છે, જેમની શારીરિક પરીક્ષા 3 ડિસેમ્બરથી શરૂ થવાની જાહેરાત થઈ ચૂકી છે. PSI અને LRD બંનેની શારીરિક પરીક્ષા સાથે રાખવામાં આવી છે. ત્યારે 26 નવેમ્બરે સુરત શહેરમાં 1 અને ગ્રામ્યમાં 5 તથા નવસારીમાં પણ કુલ 8 જગ્યાએ મેદાનો ફાળવાયાં છે. આમ કુલ 21 જિલ્લામાં 147 મેદાનની ફાળવણી કરાઈ છે. PSI અને LRDની ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ માટે કોલલેટર OJAS વેબસાઈટ પર મૂકી દેવામાં આવ્યા છે. જો કે કેટલાક ઉમેદવારોને સરકારની અન્ય ભરતીની પરીક્ષા, ગ્રામપંચાયતની ચૂંટણી અને અન્ય કારણોસર ફિઝિકલ ટેસ્ટની તારીખો અને કોલલેટરમાં કેટલાક પ્રશ્નો ઉભા થયા છે જેને લઇ PSI અને LRD ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને તકલીફ ન પડે તેના માટે પણ આયોજન કર્યું છે.
જે ઉમેદવારોને એકથી વધારે કોલલેટર મળ્યા છે તેવા ઉમેદવારને જે કોલલેટરની તારીખ પહેલા આવતી હોય તે તારીખે ફિઝિકલ ટેસ્ટ આપવાની રહેશે અને અન્ય કોલલેટરને રદ ગણવાના રહેશે. જો કોઇ ઉમેદવાર બંને કોલલેટર ઉપર ટેસ્ટ આપવાનો પ્રયત્ન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેને આગામી PSI અને LRDની ભરતી માટે ગેરલાયક ઠરાવવામાં આવશે, તેમજ ભવિષ્યમાં લેવાનાર રાજય સરકારની ભરતી માટે પણ ગેરલાયક ઠરાવવામાં આવશે. આ અંગે ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે કે, જે ઉમેદવારોને એકથી વધારે કોલલેટર મળ્યા છે તેઓએ ભરતી બોર્ડની વેબસાઇટ https://lrdgujarat2021.in પર આપેલા નમુના મુજબના ફોર્મમાં ભરતી બોર્ડને ટપાલથી અરજી કરવાની રહેશે.
ભરતીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સાથે સંકળાયેલા ઇસમો પર ચાંપતી નજર રાખવા DGP દ્વારા તમામ પોલીસ અધીક્ષક તથા પોલીસ કમિશનરોને સૂચના આપવામાં આવી છે. પોલીસની ભરતીમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય અને કોઈપણ લેભાગુ તત્ત્વો ફાવી ન જાય એ માટે પોલીસ નજર રાખી રહી છે. વધુમાં LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું ટ્વિટ કરી LRB અધ્યક્ષ હસમુખ પટેલે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.. ઉમેદવારો સવારે 10.30થી સાંજના 6 વાગ્યા સુધી કરી ફોન શકશે..તેમજ ઉમેદવારો હેલ્પલાઇન નંબર પર પ્રશ્નોના જવાહ પણ મેળવી શકશે. ગુજરાતમાં લાંબા સમય બાદ એકસાથે ઘણી બધી ભરતીની પ્રક્રિયાઓ ચાલી રહી છે. LRD, PSI, બિનસચિવાલય ક્લાર્ક, GPSCમાં ભરતી માટે ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે. અગાઉ LRDની ભરતીમાં પેપર લીક થવાની ઘટના બની હતી,, જેને કારણે ભરતી બોર્ડની છબિ ખરડાઈ હતી અને દિવસ-રાત તૈયારી કરતા લાખો ઉમેદવારો સાથે અન્યાય થયો હતો. એવામાં આ વખતે LRD અને PSIની પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ મામલે ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ખુદ ટ્વીટ કરીને ઉમેદવારોને વિશ્વાસ અપાવ્યો છે.

