નવી દિલ્હી , સોમવાર
સંસદના શિયાળુ સત્રની આજથી શરૂઆત થઈ રહી છે. પહેલા જ દિવસે સરકાર કૃષિ કાયદાઓની વાપસીનું બિલ રજૂ કરશે. જાણકારી પ્રમાણે, આ બિલ પહેલા લોકસભામાં રજૂ થશે અને તેના પછી આજે જ તેને રાજ્યસભામાં પણ રજૂ કરવાની તૈયારી છે. આને જોતા ભાજપ અને કૉંગ્રેસ બંનેએ પોતપોતાના સાંસદોને હાજર રહેવા માટે વ્હિપ જાહેર કરી છે.
કૃષિ કાયદાની વાપસીનું બિલ આવ્યા બાદ પણ સંસદમાં હંગામો થવાના આસાર છે, કારણ કે વિપક્ષ એમએસપી પર કાયદો બનાવવાની માગણી કરે તેવી શક્યતા છે. ખેડૂત એમએસપી પર કાયદો બનાવવાની માગણી પર અડગ છે અને આ મુદ્દા પર વિપક્ષ સરકારને ઘેરવાની તૈયારીમાં છે. સંસદનુંઆ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે અને તે 23 ડિસેમ્બર સુધી ચાલશે. લગભગ મહિના સુધી ચાલનારા શિયાળુ સત્રમાં સરકાર 26 બિલ રજૂ કરશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ટ્વિટ કરીને તમામ રાજકીય પક્ષોને સહયોગ આપવાની અપીલ કરી છે.
શિયાળુ સત્રમાં રજૂ થનારા મુખ્ય બિલ –
કૃષિ કાયદાઓની વાપસી સિવાય સરકાર ક્રિપ્ટો કરન્સી રેગ્યુલેશનને લઈને બિલ પણ રજૂ કરશે. આ બિલ કેટલીક પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સીને પ્રતિબંધિત કરવા અને આરબીઆઈની ડિજિટલ કરન્સીને મંજૂરી આપશે. આ સિવાય પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2019 પર જોઈન્ટ કમિટીનો રિપોર્ટ પણ લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.આ સત્રમાં સંશોધિત નારકોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટિક સબ્સ્ટેન્સ બિલ પણ રજૂ થશે. તેની સાથે સેન્ટ્રલ વિજિલિન્સ કમિશન (અમેન્ડમેન્ટ) બિલ અને દિલ્હી સ્પેશયલ એસ્ટાબ્લિશમેન્ટ (અમેન્ડમેન્ટ) બિલને રપણ રજૂ કરવામાં આવશે. સેન્ટ્રલ વિજિલિન્સ કમિશન (અમેન્ડમેન્ટ) બિલ સીબીઆઈ અને સીવીસીના ડાયરેક્ટર્સના કાર્યકાળને લંબાવવાની મંજૂરી આપશે.
આ સિવાય ઉત્તરપ્રદેશમાં એસસી અને એસટી લિસ્ટમાં સંશોધનને મંજૂરી આપનારું બંધારણ સંશોધન બિલ પણ રજૂ થવાની શક્યતા છે. આ સિવાય વધુ એક બિલ રજૂ થશે, જે ત્રિપુરામાં એસસી-એસટી યાદીમાં સંશોધન કરવાની મંજૂરી આપશે.
અન્ય ક્યાં ક્યાં બિલ રજૂ થવાની છે શક્યતા –
અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી રેગ્યુલેશન બિલ, 2020
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યૂટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (અમેન્ડમેન્ટ) બિલ, 2021
મેન્ટેનેન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીજન્સ (અમેન્ડમેન્ટ) બિલ, 2021
બેંક લૉ (અમેન્ડમેન્ટ) બિલ, 2021
ચાર્ટર્ડ એકાઉન્ટેટ્સ, કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટેન્ટ્સ એન્ડ કંપની સેક્રેટરીઝ(અમેન્ડમેન્ટ) બિલ, 2021
ઈન્સોલ્વેન્સી એન્ડ બેંકરપ્ચી (સેકન્ડ અમેન્ડમેન્ટ) બિલ, 2021
કેન્ટોનમેન્ટ બિલ , 2021
ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઈઝેશન (કમાન્ડ, કંટ્રોલ એન્ડ ડિસિપ્લિન) બિલ, 2021
એમિગ્રેશન બિલ, 2021
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી (અમેન્ડમેન્ટ) બિલ, 2021
નેશનલ ડેન્ટલ કમિશન બિલ, 2021
ઈન્ડિયન મેરિટાઈમ ફિશરીઝ બિલ, 2021
મેટ્રો રેલ (કન્સ્ટ્રક્શન, ઓપરેશન એન્ડ મેન્ટેનેન્સ) બિલ, 2021
નેશનલ નર્સિંગ મિડવાઈઝરી કમિશન બિલ,2021
હાઈકોર્ટ એન્ડ સુપ્રીમ કોર્ટ જજ (સેલરીઝ એન્ડ કન્ડીશન ઓફ સર્વિસ) અમેન્ડમેન્ટ બિલ, 2021
ઈલેક્ટ્રિસિટી (અમેન્ડમેન્ટ) બિલ, 2021
એનર્જી કન્ઝર્વેશન (અમેન્ડમેન્ટ) બિલ, 2021
નેશનલ ટ્રાન્સપોર્ટ યૂનિવર્સિટી બિલ, 2021
ટ્રાફિકિંગ ઓફ પર્સન (પ્રિવેન્શન, પ્રોટેક્શન એન્ડ રિહેબિલિટેશન) બિલ, 2021
નેશનલ એન્ટી ડોપિંગ બિલ,2021
મીડિએશન બિલ, 2021
વિપક્ષની શું છે રણનીતિ અને તૈયારી ?
સંસદનું ગત સત્ર પણ હંગામેદાર રહ્યું હતું અને આ સત્ર પણ હંગામેદાર રહેવાની જ આશંકા છે. તેની ઝલક રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં પણ જોવા મળી હતી. વિપક્ષ એમએસપી પર કાયદાના મુદ્દા પર સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ છે કે સર્વપક્ષીય બેઠકમાં અમે મોંઘવારી, કોરોના અને ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દાઓને ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ છે કે તમામ પાર્ટીઓએ એમએસપી પર કાયદો બનાવવાની માગણી કરી હતી.ટીએમસીના સાંસદ સુદીપ બંદોપાધ્યાય અને ડેરેક ઓ બ્રાયને પણ એમએસપી પર કાયદો બનાવવાની માગણી ઉઠાવી ગહતી. તો આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે મીટિંગમાંથી વોકઆઉટ કર્યું હતું અને દાવો કર્યો હતો કે તેમણે એમએસપી અને ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દાઓ પર બોલવા દીધા ન હતા. કેટલાક સાંસદોએ બીએસએફના અધિકારક્ષેત્રને વધારવાનો મુદ્દો પણ સર્વપક્ષીય બેઠકમાં ઉઠાવ્યો હતો. તો કેટલાક સાંસદોએ મહિલા અનામત બિલને રજૂ કરવાની પણ માગણી કરી હતી.

