HomeGujaratમહાકડાકા સાથે ખુલ્યું શેરબજાર : સેન્સેક્સ 450 અંકથી વધુ તૂટયો, નિફ્ટી 16900ની...

મહાકડાકા સાથે ખુલ્યું શેરબજાર : સેન્સેક્સ 450 અંકથી વધુ તૂટયો, નિફ્ટી 16900ની સપાટીની નીચે

મુંબઈ, સોમવાર

   સપ્તાહના પહેલા કારોબારી દિવસે ડોમેસ્ટિક શેર માર્કેટની નબળી શરૂઆત રહી. ગ્લોબલ માર્કેટમાંથી મળેલા સંકેતો અને કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા મામલાથી શરૂઆતના કારોબારમાં બીએસઈ બેન્ચમાર્ક સેન્સેક્સ 724.22 અંક તૂટયો, જ્યારે નિફ્ટી-50 16800ની નીચે ગગડયો હતો.

   હેવીવેટ એચડીએફસી, એચડીએફસી બેન્ક, એચયૂએલ,આઈસીઆઈસીઆઈ બેન્કમાં કમજોરીથી બજાર પર દબાણ બનેલું છે. જો કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ડૉ. રેડ્ડીઝ, ઈંડસઈંડ બેંક, એચસીએલ ટેક, બજાજ ફાયનાન્સમાં તેજીને કારણે બજારમાં શરૂઆતી કડાકા બાદ રિકવરી આવી છે. સવારે 10.04 કલાકે સેન્સેક્સ 233.56ના વધારા સાથે 57340.71 અને નિફ્ટી 52.40 અંકના વધારા સાથે 17078.85 પર ટ્રેડ કરી રહ્યા હતા. શેરબજારમાં ઉતાર-ચઢાવ ભરેલો કારોબાર થઈ રહ્યો છે. સેક્ટોરલ ઈન્ડેક્સમાં બેંક, ઓટો, ફાયનાન્શિયલ સર્વિસિઝ સહીતના તમામ સેક્ટરો લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. સૌથી વધારે કમજોરી નિફ્ટી રિયલ્ટીમાં 2.53 ટકા, નિફ્ટી પીએસયૂ બેંકમાં 2.36 ટકા કમજોરી નોંધાય છે. આ સિવાય નિફ્ટી બેંક, નિફ્ટી ઓટો, નિફ્ટી ફાયનાન્શિયલ સર્વિસિઝ, નિફ્ટી આઈટી,નિફ્ટી મેટલ 1 ટકાથી વધુ તૂટયા છે.

   હેલ્થ એન્ડ એલાઈડ ઈન્શ્યોરન્સ કંપની અને ટેગા ઈન્ડસ્ટ્રીઝ આ સપ્તાહે પોતાના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગને જાહેર કરીને કુલ મળીને 7868 કરોડ રૂપિયા એકઠા કરશે. સ્ટાર હેલ્થના ત્રણ દિવસના ઈનિશિયલ શેયર વેચાણ 30 નવેમ્બર સુધી ખુલશે અને 2 ડિસેમ્બરે બંધ થશે. જ્યારે તેગા ઈન્ડસ્ટ્રીઝનું સબ્સ્ક્રિપ્શન 1 ડિસેમ્બરથી 3 ડિસેમ્બર સુધી ખુલ્લું રહેશે.

   આ 10 કંપનીઓ દ્વારા નવેમ્બરમાં પોતાના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ આવ્યા છે. 2021માં અત્યાર સુધીમાં 51 કંપનીઓએ 1 લાખ કરોડ રૂપિયાથી વધુ એકઠા કરવા માટે આઈપીઓ લોન્ચ કર્યા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સે નવેમ્બરમાં અત્યાર સુધીમાં ભારતીય બજારોમાં નેટ તરીકે 5319 કરોડ રૂપિયા નાખ્યા છે. ગત એક પખવાડિયામાં ભારતીય બજારોમાં ચાલી રહેલા કરેકશન વચ્ચે એફપીઆઈએ પોતાનું રોકાણ વધાર્યું છે. ઓક્ટોબરમાં એફપીઆઈએ 12347 કરોડ રૂપિયાનું નેટ વેચાણ કર્યું હતું.

   ડિપોઝિટરી આંકડા પ્રમાણે, એકથી 26 નવેમ્બર દરમિયાન એફપીઆઈએ શેરોમાં નેટ તરીકે 1400 કરોડ રૂપિયા અને ડેટ અથવા બોન્ડ બજારમાં 3919 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ પ્રકારે તેમનું કુલ નેટ રોકાણ 5319 કરોડ રૂપિયા રહ્યું હતું. જિયોજીત ફાયનાન્શિયલ સર્વિસિસના મુખ્ય રોકાણ રણનીતિકાર વી. કે. વિજયકુમારે કહ્યુ છે કે એફપીઆઈની પાસે મોટા પ્રમાણમાં બેંકોના શેરો છે, તેવામાં તેમણે આ તબક્કામાં ખૂબ વેચવાલી કરી છે. સતત વેચવાલીથી મૂલ્યાંકનની દ્રષ્ટિથી બેંકોના શેર રોકાણનો આકર્ષક વિકલ્પ બની ચુક્યો છે. તેમણે કહ્યુ છે કે 26 નવેમ્બરે બજારોમાં આવેલા ઘટાડાનું મુખ્ય કારણ કોરોના વાઈરસનો નવો સ્ટ્રેન છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW