HomeNationalઆપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં બે પ્રકારના હિન્દુઓ રહે છેઃ મીરાં...

આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં બે પ્રકારના હિન્દુઓ રહે છેઃ મીરાં કુમાર

શુક્રવારે લોકસભાના પૂર્વ અધ્યક્ષ પદે રહી ચૂકેલા વ્યક્તિ મીરા કુમારએ કહ્યું હતું કે 21મી શતાબ્દિમાં ભારતમાં જાતિ વ્યવસ્યા યથાવત છે. આપણા દેશમાં બે પ્રકારના હિંદુ છે. એક કે જે મંદિરમાં જઇ શકે છે અને બીજા એ કે જે મંદિરમાં જઇ શકતા નથી. આ નિવેદનથી ફરી દેશમાં મંદિરમાં જવાનો મુદ્દો ચર્ચાનો વિષય બને તો નવાઈ નહીં. દલિત સમાજમાંથી આવતા અને પૂર્વ રાજદ્રારી મીરા કુમારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ઘણાં લોકોએ તેમના પિતા બાબુ જગજીવન રામને હિંદુ ધર્મ છોડી દેવા માટે કહ્યું હતું.

કારણ કે તેમણે જાતિને કારણે ભેદભાવ સહન કરવો પડતો હતો. હું મારો ધર્મ નહીં છોડુ અને જાતિ વ્યવસ્થા સામે લડત આપીશે. આ મારા પિતાના શબ્દો રહ્યા હતા. મીરા કુમારે કહ્યું કે શું ધર્મ બદલવાને કારણે જાતિ બદલાઇ જાય? એક કાર્યક્રમનું રાજેન્દ્ર ભવનમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકસભાના પૂર્વ અધ્યક્ષ મીરા કુમારે કહ્યું કે મારા ગોત્ર વિશે મંદિરના પુજારીએ પુછ્યું હતું. તો મેં જવાબ આપ્યો હતો કે મારો ઉછેર ત્યાં થયો છે જયાં જાતિને માનવામાં આવતી નથી. મીરા કુમારે કહ્યું કે આપણી સંસ્કૃતિ વિવિધતા વાળી છે. આપણે એ સમજવું પડશે.

देश में कितने तरह के हिंदू? मीरा कुमार ने जातिगत भेदभाव का जिक्र कर पूछे  तीखे सवाल - Meira Kumar says Two kinds of Hindus in india jairam ramesh  caste bias ntc -

આપણે બધાએ જુદા જુદા ધર્મો પાસેથી સારી વાતો શીખી છે. એ આપણો વારસો છે. તેમણે કહ્યું કે આપણે આધુનિકતા તરફ આગળ વધીને વૈશ્વિક નાગરિક બનવું જોઇએ. એ પહેલાં રાજ્યસભા સભ્ય જયરામ રમેશે પોતાના નવા પુસ્તક ધ લાઇટ ઓફ ધ એશિયા ધ પોએમ ધેટ ડિફાઇન્ડ બુધ્ધ પર વ્યાખ્યાન આપ્યું હતું. લાઇટ ઓફ એશિયા પુસ્તક સર એડવિન અર્નોલ્ડે લખ્યું હતું જે પહેલી વાર 1879માં પ્રકાશિત થયું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW