દીકરીની રેર કહી શકાય એવી બીમારીની દવા ન મળતા પિતાએ ઘરે બનાવી,જીમમાં લેબ તૈયાર કરી
ભાગ્યે જ જોવા મળતી બીમારીને કારણે મરણપથારીએ પડેલા દીકરાને બચાવવા માટે પિતાએ પોતાની જાતે ઘરના જીમમાં લેબ તૈયાર કરી નાંખી હતી. એટલું જ નહીં પુત્રની બીમારી સામે લડતી દવા પણ બનાવી નાંખી છે. કોરોના વાયરસને કારણે ચીનમાં બોર્ડર બંધ છે. તેથી મજબુર પિતાએ એના દીકરી માટે દવા તૈયાર કરી છે. સ્થિતિ એવી છે કે, પિતા પોતાના દીકરાને બીજા પ્રાંતમાં સારવાર માટે પણ લઈ જઈ શકે એમ નથી. તેથી પિતાએ ઘરના એક જીમમાં લેબ ઊભી કરીને દવા તૈયાર કરી હતી.
ચીનમાં રહેતો બે વર્ષનો હોયાંગ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. એની પાસે જીવવાના અમુક જ મહિનાઓ બાકી હતી. હોયાંગ મેંકેસ સિન્ડ્રોમથી પીડાઈ રહ્યો હતો. આ બીમારીમાં શરીરના રક્તના કોપર લેવલ પર અસર થાય છે. જેમાં મગજ અને નર્વસ સિસ્ટમનું ડેવલપમેન્ટ અટકી જાય છે. કોરોના વાયરસને કારણે ચીનની બોર્ડર બંધ છે. તેથી પિતા કોઈ સારવાર માટે જઈ શકે એમ નથી. પિતા શુ વેઈનને બીજો કોઈ વિકલ્પ ન દેખાતા હોયાંગ માટે દવા બનાવવાનું ચાલું કરી દીધું. આ બીમારીને દુર્લભ કહી શકાય એવી બીમારી છે. દીકરાની દવા માટે પિતા શુ એ ફાર્માનો અભ્યાસ શરૂ કર્યો. પછી પોતાના ઘરમાં જ લેબ બનાવી નાંખી હતી. શું કોઈ પણ સંજોગોમાં એના પિતાને ગુમાવવા માગતો ન હતો. અફસોસ એ છે કે, આવી બીમારીથી પીડાતા બાળકોનું ભવિષ્ય માત્ર ત્રણ વર્ષ હોય છે. શુએ કહ્યું કે, મારે શું કરવું અને શું ના કરવું એ વિચારવાનો સમય ન હતો. હું હાઈસ્કૂલ સુધી જ ભણેલો છું. ઓનલાઈન બિઝનેસ કરૂ છું. દીકરો હલી શકતો નથી અને બોલી પણ શકતો નથી. જેના કારણે મને દુઃખ થાય છે.

હોયાન્ગની બીમારીની કોઈ સારવાર હાલ દુનિયામાં નથી. માત્ર એક દવા આ બીમારીની અસર ઓછી કરી શકે છે પણ તે ચીનમાં નથી મળતી. આથી શુએ રિસર્ચ શરૂ કરી દવા બનાવતા શીખી લીધું. શુ સામે ચેલેન્જ એ હતું કે આ બીમારી વિશેની બધી માહિતી અંગ્રેજીમાં જ હતી, જે પછી તેણે પોતાની ચાઈનીસ ભાષામાં કન્વર્ટ કરી નાંખી. શુએ બધું ચાઈનીઝ ભાષામાં કન્વર્ટ કર્યું. પરિવારને લાગતું હતું કે આ કામ શુ માટે અશક્ય છે, પણ શુએ માત્ર 6 અઠવાડિયાંમાં દવા બનાવી. જેનું પરિક્ષણ તેણે પહેલા પોતાના પર કર્યું. એ પછી એક નાનકડા ઉંદર પર કર્યું. આ દવા તેણે સસલા અને પોતાના પર ટ્રાય કરી. કોઈ સાઈડ ઈફેક્ટ ન દેખાયા બાદ જ દીકરાને દવા આપી. હાલ તે રોજ હોયાન્ગને હોમમેડ દવાના ડોઝ આપે છે અને તેની તબિયતમાં ઘણો સુધારો પણ છે.

