બનાસકાંઠા,રવિવાર
ગુજરાત કોંગ્રેસમાં વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યું. હજી સુધી પક્ષના પ્રમુખ માટે હુંસાતુંસી ચાલી રહી છે, ત્યારે નારાજગીનો દોર અટકી રહ્યો નથી. 2022 ની ચૂંટણી નજીક છે તે પહેલા જ પક્ષના દિગ્ગજ નેતાએ રાજીનામુ આપ્યુ છે. વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલાએ પક્ષને પોતાનું રાજીનામુ સોંપ્યુ છે. તેમણે કોંગ્રેસના પૂર્વ પ્રમુખની કાર્યશૈલીથી નારાજ થઈને રાજીનામું આપ્યુ હોવાનું કારણ પત્રમાં રજૂ કર્યુ છે. રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે .તેમણે કહ્યું કે,ઉશ્કેરણીજનક ભાષણ કરી મોટો નેતા થતા મને આવડે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા જીગ્નેશ મેવાણી માટે મણીભાઈ વાઘેલાની સીટ ખાલી કરાવાઈ હતી. કોંગ્રેસે મણીભાઈની ટિકિટ કાપી હતી. જેથી પહેલેથી જ તેમની પક્ષ તરફ નારાજગી હતી. સમગ્ર ઘટનાથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને જાણ કરતો પત્ર લખી તેમણે રાજીનામું આપ્યુ છે. જોકે, તેઓ બીજા કોઈ પક્ષમાં જોડાવાના છે કે નહિ તે અંગે કહ્યું કે, હજુ સુધી બીજા કોઈ પક્ષમાં જોડાવા નિર્ણય લીધો નથી.ત્યારબાદ તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે અનેક દલિત કાર્યકર્તાઓ છે તો અપક્ષનો ટેકો શા માટે લેવો જોઇએ,ઉશ્કેરણીજનક ભાષણ કરી મોટો નેતા થતા મને આવડે છે.. તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જાતિવાદી ભાષણો કરતા પક્ષમાં મારે રહેવું નથી, અમે કોંગ્રેસ પક્ષને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરતું કોંગ્રેસને અમારા જેવા કાર્યકર્તાઓની જરૂર નથી.. વધુમાં મણિલાલ વાઘેલાએ કહ્યું હતું કે કોંગ્રેસમાં કાર્યકર્તાઓની કોઇ કિંમત જ નથી, કોને રાખવા કોને ન રાખવા તે દિલ્હીથી નિર્ણય થાય છે વાઘેલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસમાં દિલ્હીમાં શું થાય છે એ ગુજરાતમાં કોઇને ખબર નથી હોતી.

