કોરોના વાયરસનો નવો વેરિયંટ એમિક્રોન ખૂબ જ સક્રિય થઈ રહ્યો છે. જે ચિંતાજનક રીતે સંક્રમણ ફેલાવી રહ્યો છે. દુનિયાના કેટલાય દેશોએ નવા વેરિયંટને લઈને પ્રભાવિત દેશની છડાન પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ દેશમાંથી આવતા પ્રવાસીઓ માટે ક્વોરેન્ટાઈન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મત અનુસાર યુરોપ, બ્રિટન, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, બોટ્સવાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, હોંગકોંગથી આવતા પ્રવાસીઓએ કોરોના નેગેટિવ રીપોર્ટ દેખાડવો અનિવાર્ય છે.
તા.24 નવેમ્બર 2021ના રોજ દક્ષિણ આફ્રિકામાં B.1.1.529 વેરિયંટથી સંક્રમણથી પહેલો કેસ જોવા મળ્યો હતો. જોકે, તા.9 નવેમ્બરના રોજ ટેસ્ટ માટે આવેલા સેમ્પલથી નવા વેરિયંટની જાણ થઈ હતી.કુલ 11 દેશમાંથી ગુજરાતમાં આવતા લોકો RTPCR રીપોર્ટ ફરજિયાત કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના કોઈ પણ એરપોર્ટ પર ઊતરતાની સાથે જ આ દેશમાંથી આવતા લોકોએ પોતાનો રીપોર્ટ બતાવવો પડશે. WHOએ જણાવ્યું છે કે, આ વાયરસ ખૂબ જ ચેપી છે. ડેલ્ટા વેરિયંટ પર આ જ કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે. ડેલ્ટ કરતા ત્રણ ગણી સ્પીડથી આ વાયરસ ફેલાઈ શકે છે.