મોરબીના જેતપર પાસે આવેલ જસમતગઢ પ્રાથમિક શાળામાં રાત્રીના સમયે ત્રીજી વખત શાળાના મુખ્ય દરવાજા, રૂમ અને ઓફિસના તાળા તોડી કબાટના તાળા તોડી સાહિત્ય ફાડી નાખેલું છે. આ પહેલા પણ આજ રીતે સ્કૂલના તાળા તોડી શાળાના સાહિત્ય,કમ્પ્યુટર વગેરેની ચોરી કરેલી હતી. માઈક સિસ્ટમ તથા સ્પીકરની ચોરી કરેલી હતી. ખુબ જ નુકસાન કરવામાં આવેલ હતું. એ વખતે પોલીસ ફરિયાદ કરેલી હતી. ત્યારબાદ છ મહિના પહેલા પણ આજ રીતે બધા તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપેલો હતો. પણ પોલીસ ખાતામાં જાણ કરેલ હતી. ગત રાત્રીએ ફરી પાછા ચોરો ત્રાટકયા અને અનેક પ્રકારની નુકસાન પહોચાડ્યું છે. એમ જસમતગઢ પ્રાથમિક શાળાના આચાર્ય ભગવાનજીભાઈ રંગપડીયાની યાદીમાં જણાવવામાં આવે છે.