જામનગર શહેરની સરકારી જી.જી. હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો કોરોનાકાળથી સતત ફરજ બજાવી રહ્યા છે. તેમાં પણ નવા વિદ્યાર્થીઓની ભરતી ન થતાં તેમના પર કામનું ભારણ વધ્યું છે. હવે એના વિરોધમાં એક સંગઠન હડતાળ પર ઊતરશે.
સતત બે સિફ્ટમાં 12 કલાક કામ કરવું પડે છે. જેનાથી કંટાળીને રેસિડેન્ટ તબીબોએ રવિવારે હડતાલ પર જવાનું નક્કી કર્યું છે. પણ આ દરમિયાન ઈમરજન્સી સેવા ચાલુ રહેશે તેમ જણાવ્યું છે. એમાં કોઈ ખલેલ નહીં પહોંચે.
કોરોનાકાળથી રેસિડેન્ટ તબીબોની હાલત વધુ ખરાબ થઈ છે. એમનો કાર્યભાર સતત વધી રહ્યો છે. કોઈ પ્રકારની રજા વગર ફરજ બજાવી રહ્યા છે. તેમાં પણ કોરોનાને લીધે નવા વિદ્યાર્થીઓની ભરતી ના થતાં મોટી મુશ્કેલી ઊભી થઈ છે. કામ વધુ છે પણ સ્ટાફ નથી. જેને લઈને ગુજરાતભરના જુનિયર ડોક્ટર એસોસિએશન અને અન્ય સંસ્થાઓએ વિરોધ કરવા જામનગરમાં ડીનને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે.રવિવારે તમામ રેસિડેન્ટ તબીબો સવારે 9થી સાંજના 6 સુધી કામથી અળગા રહેશે.
દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે સિનિયર ડોકટરો ફરજ બજાવશે.
ડો.નંદની દેસાઇ, જામનગર મેડીકલ કોલેજ ડીને કહ્યું કે, જુનિયર તબીબોની ભરતી ન થતાં ડોકટરો પર કામનું ભારણ
કોરોનાના કાળના કારણે મેડીકલ કોલેજમાં નવા જુનિયર તબીબોની ભરતી થઇ નથી. જેના કારણે સ્વાભાવિક રીતે રેસીડન્ટ ડોકટરો પર કામનું ભારણ વધ્યું છે. મેડીકલ કોલેજમાં નવા વિધાર્થીઓની ભરતી બાબતે સરકાર વિચારણા કરી રહી છે. નવા વિધાર્થીની ભરતી થતા રેસીડન્ટ ડોકટરો પર કામનું ભારણ ઘટશે.