મોરબીના સિરામિક ઝોનમાં ધમધમતા સિરામિક એકમમાંથી ઘણા બધા એકમ ટેક્સ ચોરી માટે બદનામ છે. જેના કારણે અવાર નવાર જીએસટીની ટીમ ધામા નાખતી હોય છે તાજેતરમાં સેન્ટ્રલ જીએસટીની રાજકોટ ટીમે મોરબીના એક સિરામિક એકમમાં દરોડા પાડ્યા હતા અને રૂ 20 લાખની કરચોરી ઝડપી લીધા હતા અને સ્થળ પરથી જ વસુલાત કરવામાં આવી હતી
મોરબીના શીલોન સિરામિક નામના યુનિટમાં સીજીએસટી ટીમે તપાસ કરતા અન્ડર ઇનવોઈસની મોડેસ ઓપરેન્ડીથી લાખોની કરચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. કરચોરી કરતા તત્વો ઓછી રકમના વેચાણ બીલ બતાવીને ટેક્સ ચોરી કરવામાં આવી છે.સીજીએસટીની ટીમે સ્થળ પરથી રૂ 20 લાખની વસુલાત કરવામાં આવી હતી.આ ઉપરાંત કેટલાંક શંકાસ્પદ દસ્તાવેજ પણ કબજે કરી તેની તપાસ હાથ ધરી હતી.
દરમિયન મોરબીના ઔધોગિક એરિયામાં સીજેએસટીની ઇન્વેસ્ટિંગ વિંગ ડીજીજીઆઈ અમદાવાદથી આવેલી ટીમ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.જોકે તેઓએ અન્ય ક્યાં ક્યાં સ્થળે તપાસ હાથ ધરી હતી તે અંગે કોઈ વિગત બહાર આવેલ નથી ઇન્ડસ્ટ્રીયલ હબ સમાં મોરબીમાં મોટા પાયે કરચોરીનું દુષણ વધતા અલગ અલગ તપાસ એજન્સી વધુ સક્રિય બની છે.