અમદાવાદ, શનિવાર
ઉપલેટામાં રહેતા ગૌપ્રેમી અને પ્રકૃતિપ્રેમી સુનીલ ધોળકિયાએ દીકરીનાં લગ્ન પ્રસંગે ગાયના ગોબર અને વિવિધ વનસ્પતિઓનાં બીમાંથી ખાસ કંકોતરી છપાવી છે. આ કંકોતરીની ખાસિયત એ છે કે તેને કોઈએ ફેંકવી પડશે નહીં. આ કંકોતરીને માટીના કુંડામાં વાવી દેવાની હોય છે. આ કંકોતરી વાવવાથી તેમાંથી રહેલા બીમાંથી છોડ ઉગશે. ગુજરાતમાં આ પ્રકારની આ પહેલી કંકોતરી બની છે.
દરેક માતાપિતા તેના દીકરા કે દીકરીના લગ્નને ખાસ અને અનોખા બનાવવા માટે મસમોટા આયોજનો કરતા હોય છે. તેવામાં ઉપલેટામાં રહેતા ગૌપ્રેમી અને પ્રકૃતિપ્રેમી સુનીલ ધોળકિયાએ દીકરીનાં લગ્ન પ્રસંગે આવું જ કંઈક અનોખું કાર્ય કર્યું છે. ગૌપ્રેમી એવા સુનીલ ધોળકિયાએ ગાયના ગોબર અને વિવિધ વનસ્પતિઓનાં બીમાંથી ખાસ કંકોતરી છપાવી છે. આ કંકોતરીની ખાસિયત એ છે કે તેને કોઈએ ફેંકવી પડશે નહીં. આ કંકોતરીને માટીના કુંડામાં વાવી દેવાની હોય છે. આ કંકોતરી વાવવાથી તેમાંથી રહેલા બીમાંથી છોડ ઉગશે. ગુજરાતમાં આ પ્રકારની આ પહેલી કંકોતરી બની છે. મોટાભાગે એવું થતું હોય છે કે કંકોતરી આવે પછી તેને ફેંકી દેવામાં આવે છે અથવા તો પસ્તીમાં જાય છે. તેમાં ભગવાનના નામ અને માંગલિક પ્રસંગોનો ઉલ્લેખ હોય છે પરંતુ લગ્ન પત્યા પછી તે નકામી થઈ જાય છે. આવું પોતાની દીકરીના લગ્નની કંકોતરી સાથે ન થાય અને સાથે જ ગૌમાતાના અને પ્રકૃતિના જતનનો ખાસ સંદેશ ફેલાય તે માટે સુનીલભાઈએ આ નવતર પ્રયોગ કર્યો છે. તેમણે કુટુંબીજનો અને સ્નેહીજનોને લગ્ન બાદ કંકોતરીને માટીમાં વાવવા અપીલ કરી છે, કારણ કે જમીનમાં વાવેલી કંકોતરીમાંથી તુલસી સહિતના છોડ ઊગશે અને એ રીતે પ્રકૃતિનું જતન થશે.
સુનીલ ધોળકિયાએ આ અંગે જણાવ્યું હતું કે, ‘લોકો પ્રકૃતિ અને ગાયનું મહત્ત્વ સમજે એ હેતુથી આ કંકોતરી તેયાર કરાવી છે. તેમને જયપુરથી આ પ્રકારની લગ્ન કંકોતરી બને છે તેના વિશે જાણકારી મળી હતી. ખાસ વાત એ છે કે તેમના ઘરે સાત ગાય છે એટલે તેમણે તુરંત જ નક્કી કરી લીધું કે દીકરીના લગ્નની કંકોતરી આ રીતે જ તૈયાર થશે. આ કંકોતરીમાં ગાયનું ગોબર અને વિવિધ વનસ્પતિનાં બીજને મિક્સ કરી પેપર તૈયાર થાય છે તેના પર કંકોતરી છપાય છે. દીકરીના લગ્નપ્રસંગમાં આવી કંકોતરી બને એનાથી પવિત્ર બીજું શું હોઈ શકે. ગાયના ગોબરના પેપરમાં તુલસી, જીરું, ગુંદા સહિતની વનસ્પતિનાં બીજ ઉમેરવામાં આવ્યા હતા. તેમણે આવી 600 કંકોતરી બનાવી છે. ગાયોના ગોબર અને વિવિધ વનસ્પતિઓનાં બીજ દ્વારા બનેલી કંકોતરી જમીનમાં વાવવાથી તેમાં રહેલા બીજના કારણે તુલસી, ગુંદા, વરિયાણી, જીરા જેવા નાના છોડ ઊગશે.