રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે પ્રાઈવેટ સેક્ટરની બેંકોનું સ્વામિત્વ અને કોર્પોરેટ સ્ટ્રક્ચરને લઈને સેન્ટ્રલ બેંક વર્કિંગ કમિટીની તરફથી કરવામાં આવેલી 33માંથી 26 ભલામણોનો સ્વિકાર કર્યો છે. આ ભલામણોમાં એક નિયમ પણ સામેલ હતો જેમાં પ્રાઈવેટ બેંકના પ્રમોટર 15 વર્ષના લાંબા સમય માટે પોતાની ભાગીદારી વધારીને 26 ટકા સુધી લઈ જઈ શકે છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
રિઝર્વ બેંકના વર્તમાન નિયમ પ્રમાણે કોઈ પ્રાઈવેટ બેંકના પ્રમોટરોને 10 વર્ષની અંદર પોતાની ભાગીદારી ઘટાડીને 20 ટકા અને 15 વર્ષોની અંદર 15 ટકા કરવાની જરૂરત છે. કેન્દ્રીય બેંકે ખાનગી ક્ષેત્રની બેંકો માટે સ્વામિત્વ દિશાનિર્દેશો અને કોર્પોરેટ સંરચના ઉપર રિપોર્ટ આપતા શુક્રવારે જણાવ્યું છે કે, 15 વર્ષના લાંબા સમય માટે પ્રમોટર્સની ભાગીદારીની સીમા, બેંકની પેઇડ-અપ વોટિંગ ઇક્વિટી વર્તમાન 15 ટકાથી વધારીને શેર મૂડીના 26 ટકા કરી શકાય છે.
પ્રમોટર્સના પ્રારંભિક શેરહોલ્ડિંગ માટે લોક-ઈન સમયગાળા ઉપર, શરૂઆતના લોક-ઈન જરૂરીયાતો સાથે જોડાયેલા વર્તમાન નિયમોમાં કોઈ ફેરફારને સમર્થન નથી કર રહી. જો કે છેલ્લા પાંચ વર્ષમાં બેંકની પેઈડ-અપ વોટિંગ ઈક્વિટી શેર મૂડીના ઓછામાં ઓછા 40 ટકાના રૂપમાં યથાવત રહી શકે છે.