ભારત ચૂંટણી પંચ દ્વારા હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વિકારવા માટે ખાસ ઝુંબેશના દિવસો નિયત કર્યા છે. જેના અનુસંધાનમાં મોરબી જિલ્લામાં મતદારયાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે.આ કાર્યક્રમના ભાગરૂપે ગત 14 નવેમ્બર તથા 21 ના ખાસ ઝુંબેશના દિવસો દરમ્યાન મોરબી જિલ્લામાં કુલ–904 મતદાન મથકો ઉપર બુથ લેવલ ઓફિસરની હાજરીમાં ઉક્ત કાર્યક્રમ યોજાયા હતા. જેમાં હક્ક-દાવા અને વાંધા અરજીઓ બાબતે કુલ-21668 લોકોની અરજી આવેલ છે. જેમાં મોરબી જિલ્લામાં ઝુંબેશના પ્રથમ દિવસ તા.14 ના રોજ કુલ ,10480 ફોર્મ અને તા21 ના રોજ તેમજ કચેરીમાં મળેલ ફોર્મ્સ સહિત કુલ 11188 ફોર્મ મળેલ છે. અવસાન તેમજ સ્થળાંતર માટે કુલ-4793 લોકોની અરજીઓ આવેલ છે. જ્યારે ઇપિક કાર્ડમાં સુધારા/વધારા, સરનામા ફેર, ફોટો બદલવો માટે કુલ 3556 ફોર્મ્સ મળેલ છે.
મોરબી, ટંકારા અને વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં મતદારયાદીમાં નામ ઉમેરવા માટે વધારેમાં વધારે ફોર્મ આવે તે માટે કોલેજ/આઇ.ટી.આઇ. વિ. જગ્યાએ વોટર રજીસ્ટ્રેશન કેમ્પ પણ યોજવામાં આવેલ છે. અને હજુ આગામી તા. 27 અને તા.28 નવેમ્બર ના સવારે 10 કલાકથી સાંજે 05 કલાક સુધી ની ઝુંબેશ દરમ્યાન હજુ પણ વધુ ફોર્મ્ મળશે. તેમજ આ ઝુંબેશના બાકીના દિવસો દરમ્યાન મોરબી જિલ્લાના લોકો આ ઝુંબેશમાં વધુને વધુ ભાગ લે તે માટે જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જે.બી.પટેલ દ્વારા જાહેર અપીલ કરવામાં આવેલ છે. અને કોઇ પણ વ્યક્તિ મતદારયાદીમાં નામ દાખલ કરવામાં વંચિત રહી ન જાય તે માટે તમામ બી.એલ.ઓ. એ હાઉસ-ટુ-હાઉસ તપાસણી કરવા માટે પણ સુચના આપવામાં આવેલ છે.ઝુંબેશ દરમ્યાન મોરબી જિલ્લામાં અત્યાર સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમ મુજબ મોરબીમાં ફોર્મ નવા નામ દાખલ કરવા માટે 3994, નામ કમી/સ્થળાંતર માટે 1644, સુધારા વધારા માટે 1125, એક જ વિધાનસભા વિસ્તારમાં સ્થળાંતર માટે 937,મળી કુલ 7700 ફોર્મ્ મળેલ છે તેમજ ટંકારામાં નવા નામ દાખલ કરવા માટે 4184, નામ કમી/સ્થળાંતર માટે 1882,સુધારા વધારા માટે 1277, એકજ વિધાનસભા વિસ્તારમાં સ્થળાંતર માટે 162 મળી કુલ 7505 ફોર્મ્ મળેલ છે. તેમજ વાંકાનેરમાંનવા નામ દાખલ કરવા માટે 3941, નામ કમી/સ્થળાંતર માટે1267,સુધારા/વધારા માટે 1154,એક વિધાનસભા વિસ્તારમાં સ્થળાંતર માટે101 મળી કુલ 6463 ફોર્મ મળેલ છે. આમ જિલ્લામાં કુલ 21668 ફોર્મ્સ રજૂ થયેલ છે. તેમ નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી એસ. એમ. કાથડે જણાવ્યું હતું
તસ્વીર પ્રતીકાત્મક