Saturday, January 25, 2025
HomeGujaratNorth Gujaratસાણંદમાં પત્નીનું માથું ધડથી અલગ કરી પતિ ઘાતકી હત્યા કરી મોબાઈલ સ્વીચ...

સાણંદમાં પત્નીનું માથું ધડથી અલગ કરી પતિ ઘાતકી હત્યા કરી મોબાઈલ સ્વીચ ઓફ કરી ફરાર

અમદાવાદ, શુક્રવાર

  સાણંદમાં ચાર દિવસ પહેલા જ ભાડાના મકાનમાં રહેવા આવેલા પતિએ પત્નીનીની તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી ધડથી માથું અલગ કરી ઘાતકી હત્યા કરી ફરાર થઇ ગયો છે. ગુરૂવારે મકાનમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે જઇ ઘરે તપાસ કરી હતી. નોંધનીય છે કે, કનુભાઈ ઉર્ફે ચકો હિતેશભાઈ ગોહિલ અને હંસાબેનના લગ્ન અંદાજે 12-7-2021ના રોજ થયા હતા. તેઓ આ પહેલા સાણંદના કપૂર વાસ ખાતે રહેતા હતા.હાલ તો સાણંદ પોલીસે ગુનો નોંધી અલગ અલગ 3 ટિમો બનાવી સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

  ગુરુવારે સવારે પોણા દસ પહેલા મકાનમાં દુર્ગંધ મારતા પાડોસીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે જઈ ઘરનું લોક તોડ્યું હતુ. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુરૂવારે પોલીસે ભાડાના ઘરમાં તોડુ તોળતા અંદર જોયુ તો, પથારી પર પત્ની હંસાબેનનું ધડથી માથું અલગ કરી ક્રૂર હત્યા કરેલી લાશ મળી આવી હતી. આ અંગે પોલીસે પતિનો સંપર્ક કર્યો હતો પરંતુ મોબાઈલ બંધ કરી નાસી જતા પોલીસની શંકાઓ પ્રબળ બની હતી. મૃતકના ભાઈએ સાણંદ પોલીસમાં પતિ હિતેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ઘર કંકાસમાં હત્યા થઇ હોવાની શક્યતાઓ
   પતિ કનુભાઈ ઉર્ફે ચકો હિતેશભાઈ ગોહિલ અને તેની પત્ની હંસાબેન વચ્ચે ઘર કંકાસમાં હત્યા થઇ હોવાની શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે. પતિ ઝડપાય ત્યાર બાદ હત્યાનું મુખ્ય કારણ સામે આવે તેમ માનવામાં આવી રહ્યુ છે. હંસાબેન મૂળ રાપર કચ્છ અને તેમનો પતિ હિતેશ ગોહિલ રાપર તાલુકાના જ આડેસરનો રહેવાસી છે. આ બંનેના લગ્ન ચાર માસ પહેલા જ થયા હતા. હિતેશને સાણંદ ખાનગી કંપનીમાં નોકરી હોવાના કારણે દંપતી સાણંદમાં સ્થાયી થયા હતા .

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,778FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW