એક બાજુ હવામાન ખાતાએ આવનારા ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. પણ ગુરુવારે સમગ્ર સૌરાષ્ટ્રમાં સવારે શિયાળુ ધુમ્મસ જોવા મળ્યું છે. વહેલી સવારે પણ વાહનની લાઈટ ચાલુ રાખવી પડે એવી સ્થિતિ જોવા મળી છે. સવારથી વિઝિબિલીટી ઝીરો થઈ જતા જાણે વ્હાઈટ આઉટ થયું હોય એવું ચિત્ર જોવા મળ્યું છે. ખાસ કરીને હાઇવે પર વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી.

શિયાળુ માહોલ દિવસે દિવસે વધી રહ્યો છે. દિવસ કરતાં રાત ઠંડી થઇ રહી છે. એવામાં ઝાકળની ચાદર જોવા મળતા પ્રકૃતિ પ્રેમીઓ માં આનંદની લાગણી છે. ખાસ તો સવારે ચાલવા દોડવા નીકળેલા લોકોએ આ નજારા નો આનંદ વ્યક્ત કર્યો છે.

હવામાન ખાતાના રિપોર્ટ અનુસાર આવનારા પાંચ દિવસ સુધી ઠંડી દાઢી ધ્રુજાવી દેશે. હજુ પણ આગામી દિવસોમાં આવો નજારો જોવા મળશે. વાતાવરણ માં ભેજનું પ્રમાણ વધુ હોવાના લીધે રસ્તા ભીના થયા હતા. જાણે વરસાદ થયો હોય એવું લાગતું હતું. હજુ. પણ તાપમાન નો પારો ગગડી જવાની પૂરી શક્યતા છે. ઠંડી નું જોર વધશે.