મુંબઈ, ગુરુવાર
શેરબજાર ગુરુવારે લીલા નિશાને બંધ થયું. કારોબારના આખરમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 454.10 અંક એટલે કે 0.78 ટકાના વધારા સાથે 58795.09ના સ્તરે બંધ થયો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 121.30 અંક એટલે કે 0.70 ટકાના ઉછાળા સાથે 17536.30ના સ્તર પર બંધ થયો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગેસીફિકેશન ઉપક્રમની પૂર્ણ માલિકીવાળી સહાયક કંપનીને ટ્રાન્સફર કરવાની ઘોષણા કરી છે અને તેના પછી કંપનીના શેરોમાં 6 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે અને આ શેર ગુરુવારે નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ રહ્યા. આના એક કારોબારી દિવસ પહેલા એટલે કે બુધવારે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. સેન્સેક્સ 323.34 અંક એટલે કે 0.55 ટકાના ઘટાડા સાથે 58340.99ના સ્તરે બંધ થયો હતો. તો નિફ્ટી 88.30 અંક તૂટીને 17415.05ના સ્તરે બંધ થયો હતો.
સરકારે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે 31 ડિસેમ્બર બાદ સેન્ટ્રલ બેંક પીસીએમાંથી બહાર આવી શકે છે. ત્રીજા ત્રિમાસિક પરિણામો બાદ પીએસબીએસની મૂડી પર સમી7 કરાય રહી છે. પીએસયૂ બેન્કોમાં મૂડી જરૂરિયાતની સમીક્ષા કરવામાં આવશે. કોઈ બેંકે હાલ નવી મૂડીની માગણી કરી નથી. મહિલાઓ માટે બોટમ વિયર બનાવનારી કંપની ગો ફેશનના શેરોનું એલોટમેન્ટ આજે થવાનું છે. કંપનીનો ઈશ્યૂ 135.46 ગણો સબ્સક્રાઈબ થયો હતો. કંપનીએ 1013.6 કરોડ રૂપિયાનો આઈપીઓ જાહેર કર્યો હતો.